નર્મદા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતોના ઉમેદવારો જાહેર કર્યા, જુઓ સત્તાવાર યાદી 

ભાજપે નર્મદા જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 10 Apr 2026 02:35 PM (IST)Updated: Fri 10 Apr 2026 02:35 PM (IST)
narmada-district-taluka-panchayat-nagarpalika-election-2026-bjp-candidates-list-725395
HIGHLIGHTS
  • નર્મદા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026
  • ભાજપે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર
  • જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતો

Narmada BJP Candidate List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નર્મદા જિલ્લા માટે પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલયથી આજે 10 એપ્રિલ, શુક્રવારના રોજ નર્મદા જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતો માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતની 21 બેઠકો માટે ઉમેદવારો

ભારતીય જનતા પાર્ટીના મોવડીમંડળ દ્વારા મંથન બાદ નર્મદા જિલ્લા માટે સક્ષમ ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં નર્મદા જિલ્લા પંચાયતની કુલ 21 બેઠકો માટેના ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

6 તાલુકા પંચાયતોના ઉમેદવારોને મળ્યું મેન્ડેટ

જિલ્લા પંચાયતની સાથે સાથે નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતોના ઉમેદવારોની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા નીચે મુજબની તાલુકા પંચાયતો માટે ઉમેદવારોને મેન્ડેટ ફાળવવામાં આવ્યા છે:

  • નાંદોદ તાલુકા પંચાયત: કુલ 17 ઉમેદવારોના નામની જાહેરાત.
  • ડેડીયાપાડા તાલુકા પંચાયત: કુલ 18 બેઠકો પર ઉમેદવારો જાહેર.
  • તિલકવાડા તાલુકા પંચાયત: કુલ 16 બેઠકો પર ઉમેદવારો જાહેર.
  • સાગબારા તાલુકા પંચાયત: કુલ 18 બેઠકો પર ઉમેદવારો જાહેર.
  • ગરૂડેશ્વર તાલુકા પંચાયત: કુલ 16 બેઠકો પર ઉમેદવારો જાહેર.
  • ચીકદા તાલુકા પંચાયત: કુલ 16 ઉમેદવારોના નામની જાહેરાત.

ઉમેદવારો-સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો

ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયમ મુજબ વિવિધ વોર્ડ અને બેઠકો પ્રમાણે ઉમેદવારોને પસંદગી આપીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થતા જ ટિકિટ મેળવનારા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આગામી દિવસોમાં આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને પોતાના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરશે. ઉમેદવારોની યાદી જાહેર થવાની સાથે જ હવે નર્મદા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચૂંટણી જંગ બરાબરનો જામશે.