PM In Gujarat: PM મોદીનો કોંગ્રેસ પર આદિવાસીઓને અવગણવાનો આરોપ, કહ્યું- 'તેમના યોગદાનને ભૂલાવી દેવામાં આવ્યું'

આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતના અને પરંપરાનો હિસ્સો રહ્યું છે. દેશની સ્વતંત્રતાની લડાઈ હોય કે દેશના સન્માનની વાત હોય, આદિવાસી સમાજ કાયમ સૌથી આગળ રહ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 15 Nov 2025 06:17 PM (IST)Updated: Sat 15 Nov 2025 06:17 PM (IST)
narmada-news-pm-modi-attack-congress-over-neglect-tribal-638746
HIGHLIGHTS
  • કોંગ્રેસે પોતાના 6 દાયકાના શાસનમાં આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા હતા
  • ભાજપ સરકારે આદિવાસી સમાજના ઉત્થાન અને કલ્યાણને હંમેશા પ્રાથમિક્તા આપી

PM In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું કે, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતના અને પરંપરાનો હિસ્સો રહ્યું છે. દેશની સ્વતંત્રતાની લડાઈ હોય કે દેશના સન્માનની વાત હોય, આદિવાસી સમાજ કાયમ સૌથી આગળ રહ્યો છે.

Narmada: નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે મનાવવામાં આવતા જનજાતીય ગૌરવ દિવસ પર સંબોધન કરતા દેશના વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું કે, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતના અને પરંપરાનો હિસ્સો રહ્યું છે. દેશની સ્વતંત્રતાની લડાઈ હોય કે દેશના સન્માનની વાત હોય, આદિવાસી સમાજ કાયમ સૌથી આગળ રહ્યો છે.

કોંગ્રેસના લાંબા શાસન કાળમાં આદિવાસી સમાજને હંમેશા નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. 6 દાયકા સુધી આદિવાસીઓને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા હતા. કુપોષણ, શિક્ષણનો અભાવ જેવી સમસ્યા જેમની તેમ જ રહી અને આજ ઘણાં ખરા આદિવાસી વિસ્તારોની ઓળખ બની ગઈ હતી.

જ્યારે ભાજપ સરકારે આદિવાસી સમાજના ઉત્થાન અને કલ્યાણને હંમેશા પ્રાથમિક્તા આપી છે. આદિવાસીઓને સશક્સ બનાવવા માટે અમારી સરકારે અનેક પગલા ભર્યા છે.

વડાપ્રધાન મોદીએ બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણની સમીક્ષા કરી
પોતાના ગુજરાત પ્રવાસમાં વડાપ્રધાને સૌ પ્રથમ સુરતમાં બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણની સમીક્ષા કરી હતી. આ સ્ટેશન મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનો ભાગ છે. આ કોરિડોર લગભગ 508 કિલોમીટર લાંબો છે, જે પૈકી 352 કિલોમીટર ગુજરાત અને દાદરાનગર હવેલી અને 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં બનાવવામાં આવશે. જે અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વિરાર, ઠાણે અને મુંબઈને જોડશે. એક વખત આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે.