નર્મદા જિલ્લામાં મેઘમહેર: તિલકવાડામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, જાણો કયા તાલુકામાં કેટલી પધરામણી થઈ

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 02 Aug 2026 09:34 AM (IST)Updated: Sun, 02 Aug 2026 09:34 AM (IST)
narmada-rainfall-report-tilakwada-highest-6-inch-rain-nandod-garudeshwar-heavy-rain

Narmada Rainfall Report: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે, 01 ઓગસ્ટથી 2 ઓગસ્ટના સવારના 06 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

 તિલકવાડામાં સૌથી વધારે વરસાદ

જિલ્લામાં સૌથી વધુ વરસાદ તિલકવાડા તાલુકામાં નોંધાયો છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 6.02 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા છે. આ બંને તાલુકાઓમાં સમાન રીતે 4.88 ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદી આંકડા

  • ચિકદા: 2.4 ઇંચ
  • દેડિયાપાડા: 2.32 ઇંચ
  • સાગબારા: 1.26 ઇંચ

આમ, સમગ્ર નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકી જતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.તેમજ જળાશયોમાં નવા પાણીની આવક શરુ થઈ છે. આ વરસાદ ખેતી માટે ખૂબ જ આશીર્વાદરુપ માનવામાં આવી રહ્યો છે.