Navsari News: નવસારીમાં વરસાદી માહોલ વચ્ચે એક દુ:ખદ ઘટના બની છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામથી પસાર થતો ટેમ્પો વીજળીના તાર સાથે અડી જતા મજૂરોને કરંટ લાગ્યો હતો. જેમાં 3 મજૂરોના મોત થયા છે. જ્યારે બે મજૂરોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિત આગેવાનો હોસ્પિટલ પહોચ્યા હતા.

આ પણ વાંચો
કરંટ લાગતા 3 મજૂરોના મોત
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના ગણદેવા ગામથી એક મજૂરોનો ટેમ્પો પસાર થતો હતો. દરમ્યાન ટેમ્પો વીજળીના તાર સાથે અડી ગયો હતો. જેને લઈને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. જયારે બે મજૂરોને સારવાર હેઠળ ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ હોસ્પિટલે પહોંચ્યા
ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરને વધુ સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ પણ હોસ્પિટલ પહોચ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
