Navsari: નવસારી એલસીબી પોલીસની ટીમે ટ્રકમાં લસણની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. આ દારુ દમણથી જુનાગઢ લઇ જવામાં આવતો હતો, પોલીસે દારૂ અને અન્ય મુદામાલ મળી કુલ 1.11 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો. LCB કચેરી દારૂના બોક્સથી છલકાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ નવસારી એલસીબી પોલીસની ટીમે ને.હા.નં. 48 મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર ખારેલ ઓવર બ્રીજ તુલસી હોટલની પાસે નાકાબંધી કરી હતી. દરમ્યાન ટ્રક આવતા તેને રોકીને તપાસ કરતા લસણની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1,1,88,720 રૂપિયાની કિમંતનો વિદેશી દારૂનો જથ્થો, 10 લાખની કિમંતની એક ટ્રક, 10 હજારની કિમંતનો મોબાઈલ ફોન મળી કુલ 1,11,98,720 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. LCB કચેરી દારૂના બોક્સથી છલકાઈ ગઈ હતી.
આ ઘટનામાં પોલીસે ટ્રક ચાલક દેવા ઉર્ફે ડી.એન. નારણભાઈ કરશનભાઈ સાવધારીયા (26)ને ઝડપી પાડ્યો હતો, તેમજ આ બનાવમાં દારૂનો જથ્થો મંગાવનાર તેમજ ભરાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કિશન ઉર્ફે બોડો લખણભાઈ રાડા અને ને.હા.નં. 48 બગવાડા ટોલનાકા સુધી દારૂના જથ્થા સહિતની ટ્રક આપી જનાર કિશનના માણસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે ગણદેવી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ દારૂ દમણથી જૂનાગઢ ખાતે લઇ જવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.
