Navsari Rainfall Report: ગુજરાત રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જેથી આજે 32 જુલાઈ 2026ના રોજ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને નવસારીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, સવારના 6થી 10 વાગ્યા સુધીના ચાર કલાકના સમયગાળામાં નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે.
સવારના 4 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા
આ પણ વાંચો
નવસારી તાલુકામાં સૌથી વધુ 17 mm (0.67 ઇંચ) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ જલાલપોર તાલુકામાં મેઘરાજાની સારી બેટિંગ જોવા મળી છે, જ્યાં 14 mm (0.55 ઇંચ) વરસાદ વરસ્યો છે. વાંસદા તાલુકામાં સવારના સમયે 12 mm (0.47 ઇંચ) વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે.
જિલ્લાના અન્ય તાલુકાઓના આંકડા જોઈએ તો, ગણદેવીમાં 11 mm (0.67 ઇંચ) વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ ચીખલી અને ખેરગામ તાલુકામાં સરખો એવો વરસાદ નોંધાયો છે. આ બંને તાલુકાઓમાં 7 mm (0.28 ઇંચ) વરસાદ નોંધાયો છે.

6 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
આમ, નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ઠેર ઠેર પાણી ભરાયાના અને રસ્તાઓ ભીના થયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ગણદેવીમાં વીજકરંટ લાગતા 3 મજૂરોના મોત થયા
નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક એક ટેમ્પો વીજળીના વાયર સાથે અડી ગયો હતો. જેથી ટેમ્પોમાં સવાર મજૂરોને વીજ કરંટ લાગી જતાં 3 મજૂરોના મોત થયા છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખાતે લઈ જવાયાછે. જ્યારે એક દર્દી ગંભીર હાલતમાં હોવાથી સુરતમાં રિફર કરવામાં આવ્યો છે.
નવસારીના દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ
નવસારી જિલ્લામાં હાલમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વાતાવરણ વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં લોકોની જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એન. લીખીયાએ પ્રતિબંધાત્મક હુકમ જાહેર કર્યો છે.

જાહેર કરાયેલા હુકમ અનુસાર નવસારી જિલ્લામાં આવેલ દાંડી બીચ, ઉભરાટ બીચ, ઓંજલ બીચ તેમજ સી-ફેસ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ દરિયાકિનારે ફરવા જવું કે દરિયાના પાણીમાં પ્રવેશ કરવો નહીં. ભારે વરસાદ, ઊંચા મોજાં અને દરિયાની જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુકમમાંથી માત્ર સરકારી ફરજ અથવા સરકારી કામગીરીમાં રોકાયેલા સરકારી તથા અર્ધસરકારી કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી છે. આ પ્રતિબંધનો અમલ તાત્કાલિક અસરથી આગામી તા. 06 ઓગસ્ટ 2026ના રોજ 24 કલાક સુધી અમલમાં રહેશે.

નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ભારત હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અતિભારે વરસાદ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર જનતાની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જલાલપોર તાલુકાનું ઉભરાટ બીચ , દાંડી બીચ અને ઓંજલનું ચાંગલી ફળીયા બીચ આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ કરેલ છે.
