Navsari Weather Forecast: નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ વરસી શકે, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે નવસારીમાં વાદળછાયું વાતાવરણ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 05 Aug 2026 07:15 AM (IST)Updated: Wed, 05 Aug 2026 07:15 AM (IST)
navsari-weather-forecast-today-and-tomorrow-august-5-2026

Navsari Weather Forecast Today and Tomorrow | આજનું નવસારીનું હવામાન (5 ઓગસ્ટ 2026): નવસારીમાં હાલ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર 10 ઓગસ્ટ સુધી શહેર અને જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ વરસી શકે છે. આજે શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે. જોકે 11 ઓગસ્ટથી શહેરમાં ફરી મેઘાવી માહોલ જોવા મળી શકે છે. આજે વરસાદની શક્યતા ઓછી હોવાથી તાપમાનનો પારો ઉંચો જઇ શકે છે.

નવસારીમાં આજે કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે નવસારીમાં વાદળછાયું વાતાવરણ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. 6થી 10 ઓગસ્ટ દરમિયાન નવસારી શહેર અને જિલ્લામાં આજ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ અનુસાર, 11થી 14 ઓગસ્ટની વચ્ચે શહેર અને જિલ્લાામં છૂટાછવાયા સ્થળોએ મેઘાવી માહોલ જામી શકે છે.

નવસારીમાં આજે કેટલું રહેશે તાપમાન?

નવસારી શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. 10 ઓગસ્ટ સુધી શહેરમાં મહત્તમ તાપમાન 29થી 30 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. વરસાદનું જોર ઘટતા તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓ અંગે શું છે હવામાનની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 6થી 10 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, નવસારી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. નેશનલ સેન્ટર ફોર મીડ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ અનુસાર, 11થી 14 ઓગસ્ટ રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

મોનસૂન ટ્રફ હાલમાં અનુપગઢ, દિલ્હી, શાહજહાંપુર, બસ્તી, છાપરામાંથી પસાર થઈને પૂર્વ દિશામાં નાગાલેન્ડ તરફ આગળ વધી રહ્યો છે. મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક વેસ્ટર્લીઝમાં 5.8 કિમીની ઊંચાઈ પર એક નવું પવેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે સક્રિય છે. ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસનું ચક્રવાતી પરિભ્રમણ 1.5 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. સૌરાષ્ટ્ર અને તેની આસપાસ 5.8 કિમીની ઊંચાઈ પર એક અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે અન્ય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને નજીકના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પર 4.5 કિમીની ઊંચાઈ પર સક્રિય છે. રાજ્યમાં હાલમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.


નવસારી જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ વરસ્યો

ચોમાસું 2026ની સિઝનમાં અત્યારસુધીમાં નવસારી જિલ્લામાં સરેરાશ 1900.5 મિ.મી.ની સરખામણીએ 2172.33 મિ.મી. વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે સિઝનનો 114.3 ટકા વરસાદ અત્યારસુધીમાં થયો છે. અહીં જિલ્લામાં તાલુકાવાર સિઝનનો કેટલો વરસાદ પડ્યો તેની વિગતો અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે.

તાલુકા એવરેજ વરસાદ(1996-2025) સિઝનનો વરસાદ વરસાદની ટકાવારી
ચીખલી 1904 2403 126.21
ગણદેવી 1898 1938 102.11
જલાલપોર 1741 1755 100.8
ખેરગામ 2046 2609 127.52
નવસારી 1848 1938 104.87
વાંસદા 1966 2391 121.62
જિલ્લાની સરેરાશ 1900.5 2172.33 114.3