Banas Dairy: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદહસ્તે આજે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરી હસ્તકના વિવિધ મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ અને આઇસક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને બનાસ ડેરીના સહકાર મોડેલને દેશ-વિદેશ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.
LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીના શુભહસ્તે બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાર્પણ તેમજ 150 ટનના પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત.
— BJP Gujarat (@BJP4Gujarat) December 6, 2025
સ્થળ: નવીન ડેરી પ્લાન્ટ, સણાદર, જી.વાવ-થરાદ https://t.co/4aUiOX5mBI
અમિત શાહનું સંબોધન
અમિત શાહે જણાવ્યું હતું કે, સ્વર્ગીય ગલબાભાઈ પટેલ દ્વારા વર્ષ 1986માં ફક્ત આઠ ગામની દૂધ મંડળીઓ થકી શરૂ કરાયેલી સંસ્થા આજે ₹24 હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. આ સિદ્ધિનો શ્રેય બનાસકાંઠાના પશુપાલકો અને માતા-બહેનોની મહેનતને જાય છે.
નરેન્દ્ર મોદીનું વિઝન: સૂકા બનાસકાંઠાને આત્મનિર્ભર બનાવ્યો
ગૃહમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરતા કહ્યું કે, વર્ષો પહેલા સૂકા ભઠ્ઠ ગણાતા બનાસકાંઠાને સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલ આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે, જેના કારણે આજે અહીં વર્ષમાં ત્રણ ખેતી પાક શક્ય બન્યા છે. તેમણે ઉમેર્યું કે, સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે અને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક છે. જાન્યુઆરી 2026માં દેશની 250 જેટલી ડેરીના ચેરમેન બનાસ મોડેલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠાની મુલાકાત લેશે.
પ્રકલ્પો: આત્મનિર્ભરતા તરફ મોટું પગલું
કાર્યક્રમમાં ₹૬૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા/થનારા મુખ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું:
| પ્રકલ્પ | ખર્ચ | વિગત |
| દૂધ પાવડર પ્લાન્ટ | ₹ ૪૪૦ કરોડ | સણાદર ખાતે ૧૫૦ TPD ક્ષમતાના મિલ્ક પાઉડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત. |
| બાયો-CNG પ્લાન્ટ | ₹ ૫૮.૬૭ કરોડ | આગથળા ખાતે સુઝુકી ઈન્ડિયા સાથે મળીને પશુઓના ગોબરમાંથી CNG અને 'ભૂમિ અમૃત' જૈવિક ખાતર બનાવતા પ્લાન્ટનું લોકાર્પણ. |
| ઓટોમેટિક પનીર પ્લાન્ટ | ₹ ૩૫ કરોડ | દરરોજ ૧ લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરતા આધુનિક પ્લાન્ટનું લોકાર્પણ. |
| ચીઝ પ્રોસેસિંગ પ્લાન્ટ | ₹ ૪૫ કરોડ | ૬ લાખ લિટરની ક્ષમતાવાળા ચીઝ અને પ્રોટીન પાવડર પ્લાન્ટનું લોકાર્પણ. |
