Banaskantha: બનાસકાંઠા જિલ્લાના થરાદના મોહમ્મદ માર્કેટમાં આવેલા કિંગ સ્પામાં ગેરકાયદેસર દેહવિક્રયનો ગોરખધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડતા એક યુવક સહિત ત્રણ પરપ્રાંતીય યુવતીઓને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હકીકતમાં થરાદ પોલીસની ટીમે બાતમી મળી હતી કે, કિંગ સ્પામાં સ્પા અને મસાજના નામે લોકોને શરીરસુખ માણવાની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. આથી પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરાવતાં એક યુવક સહિત ત્રણ યુવતીઓ ઝડપાઈ ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કિંગ સ્પાના માલિક સંચાલક તનુ નામની મહિલા તેનો પતિ શાહબુદ્દીન અને અન્ય મેનેજર મનોજભાઈ સાલ્વી ત્રિલોક ખારવાલ બહારથી યુવતીઓને લાવીને સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો કરતા હતા.
પોલીસે ઘટના સ્થળેથી કોન્ડમના પેકેટ, બે મોબાઈલ ફોન સહિત રૂ. 20 હજારની મત્તા કબજે કરી સ્પાના મેનેજર સહિત 3 યુવતીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય 4 ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
