Patan BJP Candidate List: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પોતાના સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલયથી આજે 10 એપ્રિલ, શુક્રવારના રોજ પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો તેમજ એક નગરપાલિકાના ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતની 30 બેઠક પર ઉમેદવાર
ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં પાટણ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટેના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. ભાજપ મોવડીમંડળ દ્વારા લાંબી વિચાર-વિમર્શ બાદ બાલીસણા, બીલીયા, ધર્મજ, સમી, સાંતલપુર, શંખેશ્વર, વારાહી અને સિનાડ સહિતની તમામ 30 બેઠકો પર સક્ષમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/4lxKEqcXN1
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
તાલુકા પંચાયત માટે ઉમેદવારો જાહેર
આ ઉપરાંત, જિલ્લાના વિવિધ નવ તાલુકા પંચાયત (Taluka Panchayat) માટે પણ ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં અનેક બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે નીચે મુજબની તાલુકા પંચાયત માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
- ચાણસ્મા તાલુકા પંચાયત: કુલ 18 બેઠક પર ઉમેદવાર જાહેર
- સમી તાલુકા પંચાયત: કુલ 18 બેઠક પર ઉમેદવાર જાહેર
- સાંતલપુર તાલુકા પંચાયત: કુલ 18 બેઠક પર ઉમેદવાર જાહેર
- હારીજ તાલુકા પંચાયત: કુલ 15 બેઠક પર ઉમેદવાર જાહેર
- પાટણ તાલુકા પંચાયત: કુલ 20 બેઠક પર ઉમેદવાર જાહેર
- સરસ્વતી તાલુકા પંચાયત: કુલ 24 બેઠક પર ઉમેદવાર જાહેર
- રાધનપુર તાલુકા પંચાયત: કુલ 18 બેઠક પર ઉમેદવાર જાહેર
- સિદ્ધપુર તાલુકા પંચાયત: કુલ 21 બેઠક પર ઉમેદવાર જાહેર
- શંખેશ્વર તાલુકા પંચાયત: કુલ 16 બેઠક પર ઉમેદવાર જાહેર
નગરપાલિકા ચૂંટણી માટે વોર્ડ મુજબ ઉમેદવાર
જિલ્લા અને તાલુકા પંચાયતની સાથે સાથે, ભાજપે પાટણ, સિદ્ધપુર અને રાધનપુર નગરપાલિકા (Nagarpalika) ની ચૂંટણી માટે પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ત્રણેય નગરપાલિકામાં નિયમ મુજબ દરેક વોર્ડ દીઠ 4-4 ઉમેદવારોને પાર્ટીનું મેન્ડેટ આપવામાં આવ્યું છે.
- પાટણ નગરપાલિકા: કુલ 10 વોર્ડના 40 ઉમેદવાર જાહેર
- સિદ્ધપુર નગરપાલિકા: કુલ 9 વોર્ડના 36 ઉમેદવાર જાહેર
- રાધનપુર નગરપાલિકા: વોર્ડ નંબર 2 માટે એક ઉમેદવાર જાહેર
ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થતા જ ટિકિટ મેળવનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને પોતાના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરશે, જેને પગલે ખેડા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચૂંટણી જંગ બરાબરનો જામશે.
