Panchmahal Rainfall Report: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાંની સાથે જ આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ ભાગોમાં મેઘમહેર જોવા મળી છે. પંચમહાલ જિલ્લામાં પણ શુક્રવારે વહેલી સવારતી 6થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન વિવિધ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઓપરેશન સેન્ટર, દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, જિલ્લાના ત્રણ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
બે કલાકમાં હાલોલમાં સૌથી વધુ વરસાદ
આ પણ વાંચો
વરસાદના આંકડાકીય વિગત પર નજર કરીએ તો, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં સવારના બે કલાકમાં 22 મીમી એટલે કે 0.87 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઘોઘંબા તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ 19 મીમી એટલે કે, 0.75 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કાલોલ તાલુકામાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, જ્યાં 13 મીમી એટલે કે 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે.
વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેતીલાયક વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. સતત વરસી રહેલા આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે.
પંચમહાલનાં 24 કલાકના વરસાદી આંકડા
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદી આંકડા પ્રમાણે, પંચમહાલના વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જાંબુઘોડા તાલુકામાં 72 મીમી (2.82 ઇંચ), કાલોલ 41 મીમી (1.61 ઇંચ), મોરવા (હડફ): 25 મીમી (0.98 ઇંચ), ગોધરામાં 24 મીમી (0.94 ઇંચ), ઘોઘંબા: 15 મીમી (0.59 ઇંચ), હાલોલ: 10 મીમી (0.39 ઇંચ), શહેરા: 8 મીમી (0.31 ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે.
6થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ
પંચમહાલ જિલ્લામાં આજે સવારે 6થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં હાલોલમાં કુલ 23 મીમી (0.91 ઈંચ) વરસાદ ખાબક્યો છે. ઘોઘંબા પંથકમાં 19 મીમી એટલે કે, 0.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કાલોલ તાલુકામાં 13 મીમી એટલે કુલ 0.51 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
