Patan: સાંતલપુરના ઉનરોટ ગામના રહેણાંક મકાનમાં પોલીસનો છાપો, રૂ. 4.32 લાખના અફીણ સાથે શખ્સ ઝડપાયો

સાંતલપુર તાલુકાના વારાહી નજીક ઉનરોટ (ડાભી) ગામના રહેણાંક મકાનની તલાસી લેતા 865 ગ્રામ ઓપીયમ આલ્કલૉઈડનો જથ્થો મળી આવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 02 Aug 2026 09:02 PM (IST)Updated: Sun, 02 Aug 2026 09:02 PM (IST)
patan-news-man-arrested-with-865g-opium-worth-rs-435-lakh-in-unrot-village

Patan News: ગુજરાતમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે એન્ટી નાકોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF) સક્રિય બની છે. તાજેતરમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પાસે આવેલ ઉનરોટ (ડાભી) ગામમાં ANTFની બોર્ડર ઝોન ટીમે સફળ દરોડો પાડી 865 ગ્રામ ગેરકાયદેસર અફીણ (ઓપીયમ આલ્કલોઈડ) ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.


આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ANTF બોર્ડર ઝોનના PI વી.એન. પરમાર પોતાની ટીમ સાથે રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાંતલપુર તાલુકાના ઉનરોટ (ડાભી) ગામમાં રહેતા રામાભાઈ જોશીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

જ્યાં તપાસ દરમિયાન 865 ગ્રામ ઓપીયમ આલ્કલોઈડનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત રૂ.4.32 લાખ થવા જાય છે. આ ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ સહિતના અન્ય દસ્તાવેજો મળીને કુલ રૂ.4.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ વારાહી પોલીસ મથકમાં NDPS એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપી રામાભાઈ જોશી (41)ની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસની આગળની તપાસ રાધનપુર પોલીસને સોંપવામાં આવી છે.