Porbandar News: રાજકોટથી પોરબંદર તરફ આવતી ટ્રક નં. GJ-11-Y-7650 ને LCBની ટીમે રોકી ચેક કરતા પશુઆહારના બાચકાની આડમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 810 પેટીઓ મળી આવી.
કુલ નાની-મોટી બોટલો 14,544, કીંમત રૂ. 1,28,42,400/- તથા ટ્રક અને અન્ય મુદામાલ સાથે કુલ રૂ. 1,38,81,400/- નો જથ્થો જપ્ત.
ટ્રક ડ્રાઇવર ભીમા નાથાભાઇ ઉર્ફે નથુભાઇ ઓડેદરા (ઉંમર 37, રહે. છાંયા નવાપરા, પોરબંદર) ને ઝડપી પાડવામાં આવ્યો.
દારૂનો જથ્થો મોકલનાર અને ટ્રકના માલિક તરીકે રાજુ અમરાભાઇ કોડીયાતર (રહે. ફુલીવાવનેશ નાગકા ગામ, જી. પોરબંદર) તેમજ અન્ય એક ઇસમ વિરુદ્ધ કુતીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગણનાપાત્ર ગુન્હો નોંધાયો.
- કુલ મુદામાલ: ₹1,38,81,400
- દારૂની પેટીઓ: 810
- કુલ બોટલો: 14,544
- સ્થળ: રોઘડા ગામ પાટીયા પાસે, રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે
- કાર્યરત વિભાગ: પોરબંદર એલ.સી.બી.
