પોરબંદર: કુલડી ખાતે 2000 એકરમાં અત્યાધુનિક ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર બનશે, વાડીનાર શિપ રિપેર ફેસિલિટી સેન્ટર માટે રુ.1570 કરોડ મંજૂર

કેન્દ્ર સરકારે ગુજરાતના પોરબંદર અને વાડીનાર માટે બે મેગા મેરિટાઇમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કુલડીમાં 2000 એકરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર અને વાડીનારમાં રુ. 1570 કરોડના શિપ રિપેર ફેસિલિટી સેન્ટરથી ભારતના શિપિંગ સેક્ટરને નવી દિશા મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 16 Jul 2026 10:28 AM (IST)Updated: Thu, 16 Jul 2026 10:28 AM (IST)
porbandar-kuldi-greenfield-shipbuilding-cluster-vadinar-ship-repair-facility-approved

Porbandar News: ભારતના શિપિંગ સેક્ટરને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મજબૂતી પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. ગુજરાતના પોરબંદર અને વાડીનાર ખાતે બે મેગા પ્રોજેક્ટને શરુ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. જે અંતર્ગત વાડીનાર શિપ રિપેર ફેસિલિટી સેન્ટરને રુ.1570 કરોડની ફાળવણી કરવામાં આવશે, જેનાથી ભારતની વિદેશી જહાજો પરની નિર્ભરતા ઘટી જશે

2 હજાર એકરમાં બનશે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડીંગ ક્લસ્ટર

પોરબંદરના કુલડી ખાતે આશરે 2 હજાર એકર જમીનમાં એક આધુનિક ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડીંગ ક્લસ્ટરનું નિર્માણ કરવામાં આવશે, આ પ્રોજેક્ટ ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને કેન્દ્રીય શિપિંગ વિભાગનું સંયુક્ત સાહસ છે.

આ ક્લસ્ટરની મુખ્ય વિશેષતા

  • આ પ્રોજેક્ટ અંતર્ગત 650 મીટર લાંબી બે, મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ અને હાઈટેક વર્કશોપ બનાવવામાં આવશે.
  • ક્ષમતા: આ સેન્ટર 12થી 15 લાખ ટનની ક્ષમતા ધરાવતું જહાજ નિર્માણનું મુખ્ય કેન્દ્ર બનશે
  • આ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ્સ, સહાયક ઉત્પાદન કેન્દ્રો, સમારકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ થાય છે.

300 મીટરમાં લાંબા જહાજોનું સમારકામ થઈ શકશે

આ પ્રોજેક્ટ કાર્યરત થતાંની સાથે જ 300 મીટરની લંબાઈ ધરાવતા જહાજોનું સમારકામ કરી શકાશે, તેમજ મધ્ય પૂર્વ અને આફ્રિકાના દરિયાઈ રુટ પરથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય જહાજો માટે પશ્ચિમ ભારતનું આ સેન્ટર સૌથી મોટું આશીર્વાદરુપ કેન્દ્ર સાબિત થશે. કેન્દ્ર સરકારની શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ બનાવતા નાણાકીય સહાય માટે આ પ્રોજેક્ટ વધુ મજબૂતી અને ગતિશિલતા પ્રદાન કરશે.