Train Update: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની જાણકારી માટે બે મહત્વની ટ્રેનોના રીશેડ્યુલિંગ અંગેની સૂચના જારી કરવામાં આવી છે. આજે, 31 જુલાઈ 2026 ના રોજ વિવિધ ઓપરેશનલ કારણો અને સામી લિંકની ટ્રેનો મોડી હોવાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યા છે.
સુરત–થાવા એક્સપ્રેસ (19045)
સુરતથી થાવા જતી ટ્રેન નંબર 19045 ના સમયમાં 1 કલાકનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન તેના નિર્ધારિત સ્ટેશન ઉધનાથી સવારે 10:20 કલાકે ઉપડવાની હતી, જે હવે સુધારેલા સમય મુજબ સવારે 11:20 કલાકે રવાના થશે. રેલવેના જણાવ્યા અનુસાર, ઇનકમિંગ રેક (ટ્રેનના ડબ્બાઓ) મોડા આવવાને કારણે આ વિલંબ થયો છે.
પોરબંદર–સાંતરાગાચી એક્સપ્રેસ (12949)
પોરબંદરથી સાંતરાગાચી જતી ટ્રેન નંબર 12949 ના સમયમાં 3 કલાક અને 20 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન પોરબંદરથી સવારે 09:10 કલાકે ઉપડવાની હતી, પરંતુ હવે તે બપોરે 12:30 કલાકે રવાના થશે. આ વિલંબનું મુખ્ય કારણ સામી લિંક (Pairing Rake) ની ટ્રેન નંબર 20967 (સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ) આશરે 7 કલાક મોડી ચાલી રહી છે તે છે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા પૂછપરછ કેન્દ્ર પરથી ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસપણે ચકાસી લે. રેલવે દ્વારા મુસાફરોને પડનારી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
