Porbandar Elections 2026: પોરબંદરમાં 26 એપ્રિલે મતદાન, 1.66 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

આ ચૂંટણીમાં 1.66 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો કરશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 08 Apr 2026 08:30 PM (IST)Updated: Wed 08 Apr 2026 08:31 PM (IST)
porbandar-municipal-corporation-elections-2026-vote-on-april-26-key-election-details-inside-724252

Porbandar Municipal Corporation Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પોરબંદરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026નું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાની જાહેરાત સાથે જ પોરબંદર મહાનગરપાલિકામાં લોકશાહીના પર્વની ઉજવણીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને આગામી એક-બે દિવસમાં તેમના નામોની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

આગામી 26 એપ્રિલના રોજ પોરબંદર મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં અંદાજે 1.66 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો કરશે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ચૂંટણી આચારસંહિતાની કડક અમલવારી થાય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો

પોરબંદર મહાનગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ (Porbandar Municipal Corporation election 2026 Schedule)

વોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
વોર્ડ - 18004746515469
વોર્ડ - 27658719814856
વોર્ડ - 37911749415405
વોર્ડ - 46246580012046
વોર્ડ - 55608520110809
વોર્ડ - 67157680613963
વોર્ડ - 76294582212116
વોર્ડ - 87119680713926
વોર્ડ - 95736568811424
વોર્ડ - 10488046489528
વોર્ડ - 116000552911529
વોર્ડ - 126140597412114
વોર્ડ - 136914641013324

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026