Vapi Elections 2026: વાપીમાં 26 એપ્રિલે મતદાન, 1.13 લાખ મતદારો ઉમેદવારોનું નસીબ નક્કી કરશે

વલસાડ જિલ્લાના આ મહત્વના ચૂંટણી જંગમાં વિકાસના મુદ્દાઓ અને સ્થાનિક સુવિધાઓ મુખ્ય કેન્દ્રમાં રહેશે, જેને લઈને મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 08 Apr 2026 08:21 PM (IST)Updated: Wed, 08 Apr 2026 08:21 PM (IST)
vapi-municipal-corporation-elections-2026-vote-on-april-26-key-election-details-inside

Vapi Municipal Corporation Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026નું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવતાની સાથે જ ઔદ્યોગિક નગરી વાપીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર આ મતદાનમાં 1.13 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શહેરના શાસકોને ચૂંટશે. લોકશાહીના આ મહાપર્વને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં આચારસંહિતાની કડક અમલવારી માટે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને મતદાન મથકોની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

રાજકીય ગલીઓમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને આગામી એક-બે દિવસમાં બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. વલસાડ જિલ્લાના આ મહત્વના ચૂંટણી જંગમાં વિકાસના મુદ્દાઓ અને સ્થાનિક સુવિધાઓ મુખ્ય કેન્દ્રમાં રહેશે, જેને લઈને મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
વોર્ડ - 1 4314 4105 8419
વોર્ડ - 2 6813 5894 12707
વોર્ડ - 3 4985 3662 8647
વોર્ડ - 4 4019 3437 7456
વોર્ડ - 5 5922 5453 11375
વોર્ડ - 6 5128 4637 9765
વોર્ડ - 7 3595 3589 7184
વોર્ડ - 8 4982 4693 9675
વોર્ડ - 9 4281 4002 8283
વોર્ડ - 10 4730 3906 8636
વોર્ડ - 11 3011 2464 5475
વોર્ડ - 12 4526 3663 8189
વોર્ડ - 13 4186 3098 7284

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોર્ડ નંબર આમ આદમી પાર્ટી
વોર્ડ - 1 માહેરુન્નિશા ડબલુઅલી સુલેમાન
વોર્ડ - 2 સિંહ વિશાલ ઓમપ્રકાશ
વોર્ડ - 2 અસ્ફાક શમશેર ચૌધરી
વોર્ડ - 3 ઇન્દ્રદેવ શિવસહાય દુબે
વોર્ડ - 4 રુસ્તમ ખાન
વોર્ડ - 6 મોહમ્મદ હારુન મોહમ્મદ ઈસ્માઈલ શેખ
વોર્ડ - 6 કેતનભાઈ અરવિંદભાઈ પટેલ
વોર્ડ - 6 રાખી વિપિન તોમર
વોર્ડ - 8 મંગલેશ રાધેશ્યામસિંહ
વોર્ડ - 8 સાગર રણજીતભાઈ જયંતિભાઈ
વોર્ડ - 9 પ્રજાપતિ સુનિલ શંભુભાઈ
વોર્ડ - 10 યાદવ અરવિંદ મહેશ
વોર્ડ - 13 રાકેશ કુમાર મૌર્ય
વોર્ડ - 13 ખાન નૂરજહાં રુસ્તમલી

વાપી મહાનગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ (Vapi Municipal Corporation election 2026 Schedule)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026
મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026
મતગણતરીની તારીખ 28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026