રાજકોટ લોકમેળો: સ્ટોલ માટે વેપારીઓમાં પડાપડી, 7 લાખ સુધીની બોલી બોલાઈ, મનપાને રુ. 3 કરોડથી વધુની થઈ બમ્પર આવક

રાજકોટના પ્રખ્યાત લોકમેળામાં સ્ટોલની હરાજી દરમિયાન વેપારીઓની ભારે પડાપડી જોવા મળી. રૂ. 7 લાખ સુધીની ઊંચી બોલી બોલાતા મનપાને રૂ. 3 કરોડથી વધુની બમ્પર આવક થઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 03:57 PM (IST)Updated: Thu, 06 Aug 2026 03:57 PM (IST)
rajkot-lok-mela-stall-auction-highest-bid-7-lakh-mc-earns-3-crore

Rajkot Lok Mela Stall Auction: રાજકોટના સુપ્રસિદ્ધ ગણાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.આ મેળામાં 228 જેટલા ખાણી-પીણીના સ્ટોલ, આઇસક્રીમના સ્ટોલ માટે આજ રોજ પૂર્વ મામલતદાર કચેરી ખાતે હરાજી યોજવામાં આવી હતી. જેમાં મનપાને 3 કરોડની માતબર રકમનો ફાયદો થયો હતો. તેમજ મેળો માણવા આવતા લોકો માટે તમામ માળખાગત સુવિધાઓનું આયોજન કરાયું હતું.

સ્ટોલની હરાજીમાં લોકમેળા સમિતિ માલામાલ થઈ

લોકમેળામાં આઇસક્રીમના સ્ટોલ માટે વેપારીઓમાં પડાપડી જોવા મળી હતી. જેમાં મૂળ કિંમત 4,80 લાખની સામે વેપારીઓએ 7 લાખ સુધીની બોલી લગાવી હતી. તેમજ અન્ય સ્ટોલો પણ રુ.6 લાખથી વધુની કિમતમાં વેચાતા લોકમેળા સમિતિને મોટી આવક થઈ હતી. આ 17 આઈસક્રીમના સ્ટોલની 1 કરોડ 8 લાખ સુધીની આવક થઈ છે.

મનપાને 3 કરોડથી વધુની માતબર આવક થઈ

તમામ સ્ટોલ્સની હરાજી પૂરી થતાંની સાથે જ મનપાને રુ.3 કરોડથી વધુની બમ્પર આવક થઇ ચૂકી છે. તેમજ મંડપ સર્વિસની હરાજીમાં પણ રુ.80થી 85 લાખ જેટલી રકમ મળવાની શક્યતા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લે છે. ત્યારે મેળામાં મનોરંજન અને વ્યવસ્થાના ભાગરુપે ઊભા કરવામાં આવતા વિવિધ સ્ટોલ્સની હરાજીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આજે ખાણીપીણી અને આઇસક્રીમના સ્ટોલની હરાજી પૂર્ણ થતાની સાથે જ મનપાની લોકમેળા સમિતિને કરોડોની માતબર આવક થઈ છે.

228 સ્ટોલ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર

આ વર્ષે લોકમેળામાં કુલ 228 જેટલા વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે. જેમાં નાની-મોટી ચગડોળ,રમકડા, ખાણી-પીણી અને આઇસક્રીમના આકર્ષક સ્ટોલ્સનો સમાવેશ થાય છે. મેળામાં આવતા સહેલાણીઓની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા માળખાકીય આયોજન કરવામાં આવી રહ્યું છે.

નામાંકિત કલાકારો બોલાવશે રમઝટ

લોકમેળામાં માત્ર રાઇડ્સ કે ખાણીપીણી જ નહીં, પરંતુ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના દિવસો દરમિયાન ગુજરાતના પ્રખ્યાત કલાકારો ગીતાબેન રબારી, રાજભા ગઢવી સહિતના લોકગાયકો પોતાના સૂરનો જાદુ પાથરશે અને ડાયરાની રમઝટ બોલાવશે.