Rajkot: જસદણના યુવક સાથે ફેસબુક પર મિત્રતા કેળવી રૂ.36.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ ઝડપાઈ

રાજકોટના જસદણના એક યુવાન સાથે ફેસબુક પર જર્મન મહિલા બની મિત્રતા કેળવી રૂ. 36.31 લાખની ઠગાઈ થઈ હતી. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ઉત્તર પ્રદેશમાંથી એક મહિલા સહિત ત્રણ આફ્રિકન આરોપીઓને ઝડપી પાડ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Aug 2026 06:14 PM (IST)Updated: Thu, 06 Aug 2026 06:14 PM (IST)
rajkot-news-jasdan-man-duped-of-rs-36-lakh-by-african-cyber-gang

Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણના એક યુવાનને જર્મનીની મહિલાને જીવનસંગીની બનાવવાનું સ્વપ્ન ભારે મોંઘું પડ્યું હતું.જર્મન નાગરિક તરીકેની ખોટી ઓળખ આપી ફેસબુક દ્વારા મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી યુવાન સાથે રૂ. 36.31 લાખની મસમોટી ઠગાઈ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

આ મામલે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક મહિલા સહિત ત્રણ આફ્રિકન નાગરિકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

રેન્જ આઈ.જી.પી. નિરલિપ્તકુમાર રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા વિશેષ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગંભીર ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

જેમાં ફેસબુક પર ખોટા નામે એકાઉન્ટ બનાવી અને વિદેશથી મોંઘીદાટ ચીજવસ્તુઓ તથા વિદેશી ચલણનું પાર્સલ મોકલવાની લાલચ આપીને નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી કુખ્યાત વિદેશી ગેંગના એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે. 

રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ,જસદણનો ફરિયાદી યુવાન સાથે ’ખફિુ ખ જફળીયહર’ નામના ખોટા ફેસબુક આઈડીથી જોસેફિન યા અંસાહ ઉર્ફે એન્જલ નામની મહિલા આરોપીએ મિત્રતા કેળવી હતી. જે બાદ વોટ્સએપ પર અવારનવાર મેસેજ દ્વારા વાતચીત કરી ફરિયાદીને સંપૂર્ણ વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.

આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તે જર્મનીથી એક મોંઘું અને કિંમતી ગિફ્ટ પાર્સલ મોકલી રહ્યા છે. થોડા દિવસો પછી અન્ય સહ-આરોપીઓએ અલગ-અલગ મોબાઈલ નંબરથી ફોન કરીને પોતાને દિલ્હી એરપોર્ટના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે ફરિયાદીના નામે જર્મનીથી પાર્સલ આવ્યું છે.

દિલ્હી એરપોર્ટના અધિકારી તરીકે ફોન કરનાર ગઠિયાઓએ ફરિયાદીને લાલચ આપી હતી કે, આ પાર્સલની અંદર 30,000 યુરો કેશ, સોનાનો ચેઇન, આઈફોન મોબાઈલ તથા મોંઘી ઘડિયાળ જેવી કિંમતી વસ્તુઓ આવેલી છે. આ પાર્સલ છોડાવવાના બહાને આરોપીઓએ વિવિધ ચાર્જ અને ટેક્સના નામે અલગ-અલગ દિવસે અને સમયે ફરિયાદી પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. 6,31,900/- પડાવી લીધા હતા.

નાણાં પડાવ્યા બાદ પણ કોઈ ગિફ્ટ કે પાર્સલ હાથમાં ન આવતા ફરિયાદીને શંકા ગઈ હતી. જ્યારે તેમણે એરપોર્ટના પાર્સલ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમના નામે કોઈ જ પાર્સલ આવ્યું નથી અને તેમની સાથે સાયબર ઠગાઈ થઈ ચૂકી છે. આ અંગે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.