રાજકોટમાં પ્રેમીને જેલમાંથી મુક્ત કરાવવા પ્રેમિકા 'કૉલગર્લ' બની, દંપતીએ દેહવ્યાપારના રવાડે ચડાવી 200થી વધુ લોકો સાથે સૂવા મોકલી

રાજકોટમાં એક દંપતીએ પ્રેમીને જેલમાંથી છોડાવવાના બહાને એક પરિણીતાને દેહવ્યાપારમાં ધકેલી દીધી. 200થી વધુ લોકો પાસે દેહવ્યાપાર કરાવી 6 લાખ રૂપિયાનો ધુંબો મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Aug 2026 05:43 PM (IST)Updated: Thu, 06 Aug 2026 05:43 PM (IST)
rajkot-prostitution-racket-couple-forces-woman-into-sex-trade

Rajkot News: રાજકોટમાં એક દંપતીએ પ્રેમીને જેલમાંથી છોડાવવાના બહાને એક પરિણીતાને દેહવ્યાપારમાં ધકેલી દીધી. 200થી વધુ લોકો પાસે દેહવ્યાપાર કરાવી 6 લાખ રૂપિયાનો ધુંબો મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ભક્તિનગર પોલીસે ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મવડી વિસ્તારમાં રહેતા અને હોટેલ ચલાવતા હિરેન, તેની પત્ની રિદ્ધિ અને ભાઈ મયૂરએ આ સમગ્ર કાવતરું રચ્યું હતું. વર્ષ 2026માં કોર્ટ મેરેજ કરનાર આ યુવતીએ જૂનાગઢમાં બ્યુટીપાર્લરનો કોર્સ કર્યો હતો. તેના કુટુંબી ફઈના દીકરા હિમાંશુએ રાજકોટમાં નોકરી અપાવવાની વાત કરી હતી.

જે બાદ રિદ્ધિએ યુવતીના ગામ પહોંચી હતી અને તેના માતા-પિતાને માસિક 15 હજાર પગારની લાલચ આપી યુવતીને રાજકોટ લાવી હતી. રાજકોટ આવ્યા બાદ 16 નવેમ્બર 2025ના રોજ યુવતી અને હિમાંશુને મિલપરાની હોટેલમાં રોકાણ કરાવ્યું હતું.

જ્યાં હિરેને યુવતીને જણાવ્યું કે, હિમાંશુને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો છે અને તેને છોડાવવા 4 લાખ રૂપિયાથી વધુની જરૂર પડશે. પ્રેમીને જેલમાંથી છોડાવવાની મજબૂરીનો લાભ ઉઠાવી રિદ્ધિએ યુવતીને દેહવ્યાપાર કરવા દબાણ કર્યું હતું. રિદ્ધિએ કહ્યું કે, દેહવ્યાપારનો ધંધો કરવો હોય તો તેમાં સારા રૂપિયા મળશે. કસ્ટમર હું લઈ આવીશ. એક કસ્ટમરના રૂ.2 હજાર તને આપીશ,નાઇટના રૂ.8 હજાર આપીશ.

રિદ્ધિ ફોન કરે એટલે તે કસ્ટમરના રૂમમાં જઈ તેને શરીરસંબંધ બાંધવાનો તેમ સમજાવ્યું હતું. આ સ્થિતિમાં તેણે મિત્ર સાથે લગ્ન કરવા માટે અને તેને છોડાવવા માટે પૈસાની જરૂર હોવાથી હા પાડી હતી. તેજ રાતથી એચઆર કિંગ હોટલમાં તેની પાસે દેહવ્યાપાર શરૂ કરાવ્યો હતો. જેમાં બસ સ્ટેશન પાછળ આવેલ શિવશક્તિ હોટલ અને ભૂતખાના ચોક પાસે આવેલ તેજ પેલેસ હોટલને સમાવેશ થાય છે.

હિરેનનો ભાઈ મયુર તેને એક્ટિવામાં લેવા-મૂકવા જતો હતો. સાડા ત્રણ મહિનામાં રીદ્ધિએ તેને 250 કસ્ટમર પાસે મોકલી હતી. 28 જેટલી નાઈટ કરાવી હતી. જેનું પેમેન્ટ કસ્ટમર રિદ્ધિને ક્યુઆર કોર્ડથી કરતા હતા. રોકડ રકમ તેને આપતા હતા.જે પછીથી તે રિદ્ધિને આપી દેતી હતી. રિદ્ધિએ આજ સુધી તેને થોડા ઘણાં રૂપિયા વાપરવા સિવાય કંઈ આપ્યું નથી. તેણે કંટાળી જઈ દેહવ્યાપારનો ઈન્કાર કરતા રિદ્ધિએ તેને ઘરે મોકલી દેવાની અને તેના પિતાને આ ધંધા બાબતે વાત કરી દેવાની ધમકી આપી હતી. પરિવારને જાણ કરવાની ધમકી સાથેના આપતા ડરી ગઈ હતી.

ગત ફેબ્રુઆરી મહિનામાં મિત્ર જેલમાંથી છૂટી હોટલમાં તેની સાથે રોકાવા આવ્યા હતા.આખરે તેણે હિરેનને દેહ વ્યાપારની ના પાડી દેતા તે પત્ની રિધ્ધી સાથે હોટલે આવ્યો હતો. તેને હિસાબ કરવાનું કહેતાં ઝઘડો થયો હતો. તેને સ્પષટ રીતે રૂપિયા આપવાનું ઈન્કાર કરી જ્ઞાતિ પ્રત્યે પણ અપમાનીત કરતા આખરે ફરિયાદ નોંધાવી હતી.

ભોગ બનનાર યુવતીને દંપતી પાસેથી છ લાખ રૂપિયા લેવાના હતા 

ભોગ બનનાર યુવતી જ્યારે કસ્ટમર પાસે જાય અને કામ પૂરું થઈ જાય ત્યારે રિદ્ધિના મોબાઈલમાં હાર્ટનું ઇમોજી મોકલવું પડતું હતું, જે કોડવર્ડ રિદ્ધિએ જ નક્કી કર્યો હતો. આ કોડવર્ડ દ્વારા તે યુવતીને અન્ય કસ્ટમરો પાસે મોકલતી હતી. ભોગ બનનાર યુવતીને રિદ્ધિ અને તેના પતિ પાસેથી છ લાખ કરતાં વધુ રકમ લેવાની હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આરોપીઓ મવડીના બાપા સીતારામ ચોક પાસે આદર્શ એવન્યૂમાં રહેતા હતા અને હોટલ ભાડા પર ચલાવતા હતા. ઝઘડો થયા બાદ હોટલમાંથી હિરેન અને તેની પત્નીએ યુવતી અને તેના મિત્રને કાલાવડ રોડ પરની હોટલ નોવા શાઈનમાં ત્રણ દિવસનું પેમેન્ટ કરી રહેવા મોકલી દીધા હતા.

ત્રણ દિવસ બાદ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા ન હતા. એટલું જ નહીં, હિરેને તેના મિત્ર સાથેના સંબંધોની જાણ તેના પિતાને કરી દીધી હતી, જેથી કંટાળીને તેણે પોલીસ કમિશનરને અરજી આપતા ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.