Gujarat Rain Update: આજે 118 તાલુકામાં 1થી પોણા 18 ઈંચ સુધીનો ધોધમાર વરસાદ, હિંમતનગરમાં ભારે પવન સાથે પોણા 3 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં સક્રિય વરસાદી સિસ્ટમ્સને કારણે રાજ્યભરમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના પરિણામે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારીના ચીખલીમાં સૌથી વધુ 451 મિ.મી. વરસાદ પડ્યો છે, જ્યારે સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો ખુશ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Jul 2026 09:39 PM (IST)Updated: Thu, 23 Jul 2026 09:39 PM (IST)
gujarat-rain-update-sabarkanthas-himatnagar-and-prantij-receive-significant-rain

Gujarat Rain Update: ગુજરાત માથે એક કરતાં વધુ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે વહેલી સવારથી મેઘરાજા રાજ્યભરમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. સતત પડી રહેલા વરસાદના કારણે અનેક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે. આજે ખાસ કરીને દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે. એમાં પણ સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આજે 212 તાલુકામાં વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 451 મિ.મી ખાબક્યો

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 222 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી વરસાદનું સૌથી વધુ જોર નવસારી, સુરત, વલસાડ, અમદાવાદ, ખેડા અને મહેસાણા જેવા જિલ્લાઓમાં વધારે જોવા મળ્યું હતુ.

 નવસારીના ચીખલીમાં સૌથી વધુ 451 મિ.મી (17.7 ઈંચ) ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સિવાય અમદાવાદના ધોળકા વિસ્તારમાં 440 મિ.મી (17.32 ઈંચ), નવસારીના ખેરગામમાં 431 મિ.મી (16.97 ઈંચ), ઉમરપાડામાં 405 મિ.મી (15.9 ઈંચ), વલસાડના ઉમરગામમાં 365 મિ.મી (14.3 ઈંચ),વાંસદામાં 358 મિ.મી (14.09 ઈંચ), ડાંગના વઘઈમાં 353 મિ.મી (14 ઈંચ), ખેડાના મહેમદાવાદમાં 351 મિ.મી (13.8 ઈંચ) ગણદેવીમાં 325 મિ.મી (12.8 ઈંચ), ખેડાના માતરમાં 312 મિ.મી (12.28 ઈંચ), ખેડા શહેરમાં 299 મિ.મી (11.2 ઈંચ), વલસાડના પારડીમાં 295 મિ.મી (11.6 ઈંચ) વરસાદ વરસ્યો છે.


સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામબાદ મેઘરાજાનું આગમન

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ આજે લાંબા વિરામબાદ મેઘરાજાનું આગમન થયું છે. જેમાં હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ હિંમતનગર તાલુકામાં નોંધાયો છે, જ્યાં કુલ 67 mm એટલે કે 2.64 ઇંચ વરસાદ ખાબક્યો છે.


વરસાદની ખાસિયત એ રહી કે, સવારથી સાંજ સુધી શાંત રહ્યા બાદ સાંજે 4:00 વાગ્યા પછી વરસાદનું જોર વધ્યું હતું. સાંજે 4:00 થી 6:00 ના બે કલાકમાં 35 mm અને ત્યારબાદ 6:00 થી 8:00 દરમિયાન વધુ 27 mm વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા


પ્રાંતિજ અને તલોદમાં વરસાદી માહોલ
હિંમતનગરની સાથે સાથે પ્રાંતિજ તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી. પ્રાંતિજમાં કુલ 53 mm એટલે કે 2.09 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં પણ સાંજના 4:00 થી 6:00 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ 30 mm વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તલોદ તાલુકામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યાં કુલ 19 mm એટલે કે 0.75 ઇંચ વરસાદ નોંધાયો છે.


જિલ્લાના અન્ય તાલુકાઓની સરખામણીએ વિજયનગરમાં વરસાદની ગતિ ઘણી ધીમી રહી હતી. અહીં માત્ર 1 mm વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખેતીકામ માટે નવી આશા જાગી છે. વહીવટી તંત્ર દ્વારા પણ વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.