Sabarkantha: ગુજરાત કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે હાલ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી કામગીરીનો સમયગાળો વધારવાની માંગ કરવા સાથે વહીવટી તંત્ર પર સંગીન આક્ષેપો કર્યાં હતા.
અમિત ચાવડાએ જણાવ્યું કે, વહીવટી તંત્ર દ્વારા બૂથ લેવલ ઓફિસર (BLO) ને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે BLO ના મોત થઈ રહ્યા છે અને તેઓ આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે.
વહીવટી તંત્રની અણઆવડત અને કોઈ પણ પ્રકારના આયોજન વગર SIRની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પરિણામે મતદાતાઓ પણ પરેશાન થઈ રહ્યા છે અને BLO મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
હાલમાં જે રિપોર્ટ આવ્યો, તે મુજબ 25 તારીખ સુધી 50 ટકા મતદારોના જ ફોર્મ જમા થયા છે. જેમાં પણ 67 લાખ જેટલા મતદારોના ફોર્મ જમા થયા એ કોઈપણ જાતની ચકાસણી વગર પુરાવા વગર જમા કરાવવામાં આવ્યા છે.
4 ડિસેમ્બર ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ છે, ત્યારે ચૂંટણી પંચ પાસે અમારી માંગ છે કે, બે મહિનાનો સમય વધારવામાં આવે અને ફેબ્રુઆરી મહિનાના અંત સુધી SIRની કામગીરી લંબાવવામાં આવે જેથી સરખી રીતે આ કામગીરી થઈ શકે
