Surat: શહેરના પાસોદરા વિસ્તારમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ પાડીને ભાઈ-બહેન સહિત 3 આરોપીઓ તેમજ શરીર સુખ માણવા આવેલા બે ગ્રાહકો ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે બે લલનાઓને મુક્ત કરાવી છે.
લસકાણા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, પાસોદરા સ્થિત ઓમ ટાઉનશીપમાં આવેલા એક ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને જાગૃતિ ઉર્ફે ક્રિષ્ના રાજપરા તેના ભાઈ કાળુ ચાવડા તથા સંચાલક પૂજા ઉર્ફે પુનમ હિરાને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે બે લલનાઓને મુક્ત કરાવી હતી.
આ પણ વાંચો
રેડ દરમ્યાન પોલીસે ફ્લેટમાં તપાસ હાથ ધરતાં એક રૂમમાંથી 35 વર્ષીય લલના સાથે 18 વર્ષનો એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો 19 વર્ષીય વિદ્યાર્થી વેઈટિંગમાંથી મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક રૂમમાંથી 41 વર્ષીય બીજી લલના પણ મળી આવી હતી.
અહી ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. પકડાયેલા આરોપી કાળુ અને જાગૃતિનો ભાઈ આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવતો હોવાનું પણ બહાર આવ્યું છે.
