UpdatedIST

Board Exam Preparation: બોર્ડની પરીક્ષા માટે સુરતમાં વહીવટીતંત્ર સજ્જ; 1.61 લાખથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફ્રેબુઆરી 2026થી યોજાનાર છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 12 Feb 2026 04:39 PM (IST)Updated: Thu 12 Feb 2026 04:39 PM (IST)
surat-administration-ready-for-board-exams-more-than-1-61-lakh-students-will-appear-for-exams-690609
HIGHLIGHTS
  • CCTVના મોનીટરીંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે
  • વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં બુટમોજા પહેરીને જશે તેવો પરીક્ષા સમિતિનો નિર્ણય છે

Board Exam Preparation: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે ત્યારે સુરત જિલ્લામાં 1.61 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા (Board Exam In Surat)આપશે તે માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. તમામ વર્ગખંડો CCTVથી સજ્જ રહેશે આ ઉપરાંત ઉનાળામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્યની ટીમ પણ સજ્જ રહેશે.

DEO ભગીરથસિંહ પરમારએ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફ્રેબુઆરી 2026થી યોજાનાર છે, આ પરીક્ષા માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે, કલેકટર સુરત જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે તેમની અધ્યક્ષતામાં ગત ૨ ફ્રેબુઆરીના રોજ મીટીંગ થઇ ચુકી છે, તમામ વિભાગો તે સમયે હાજર હતા અને તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે, વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતની અંદર ધોરણ 10 ની પરીક્ષામાં 91 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 45 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ ઉપરાંત ધો.12 વિજ્ઞાન પ્રવાહની અંદર 17 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. કુલ મળી 1.61 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

વધુમાં જાણાવ્યું હતું કે 5653 જેટલા વર્ગખંડોમાં તમામે તમામ વર્ગખંડો CCTVથી સજ્જ છે, આ CCTVના મોનીટરીંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે, એ તમામ વર્ગખંડોનું મોનીટરીંગ કરશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામે તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે,

આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે એ માટે સીટી વિસ્તારમાં સીટી બસ દ્વારા આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ ટ્રાયબલ ડીપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો શરુ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા કરશે, આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે. કોઈ પણ વિદ્યાર્થીને ઉનાળામાં કોઈ પણ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ થઇ ચુકી છે.

વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં બુટમોજા પહેરીને જશે તેવો પરીક્ષા સમિતિનો નિર્ણય છે, આ ઉપરાંત કલેકટર દ્વારા વર્ગ-1,2 અધિકારીઓને આદેશ કરશે જેઓ શાળાની અંદર પરીક્ષાના સમય દરમ્યાન હાજર રહેશે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી તમામ તકેદારીઓ રાખશે.

આખા રાજ્યમાં કોઈ પણ જિલ્લાની અંદર કરતા સૌથી વધુ સુરત જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણઅધિકારીની સંપૂર્ણ ટીમ 14 જેટલા ઝોનની અંદર વ્હેચાયેલી છે તમામે તમામ આ પરીક્ષા માટે સજ્જ છે.