UpdatedIST

Surat: લિંબાયતમાં નિર્માણધીન બિલ્ડિંગના પહેલા માળે માતા-પુત્રી નીચે પટકાયા, રૂંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો CCTVમાં કેદ

મકાન જોવા ગયેલા માતા-પુત્રી પહેલા માળે રેલિંગ વિનાની બાલ્કનીમાં ઉભા રહીને નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે જ સંતુલન ગુમાવતા બન્ને ધડામ કરતાં નીચે પટકાતા આસપાસના લોકો મદદ માટે દોડ્યા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Feb 2026 06:12 PM (IST)Updated: Sat 21 Feb 2026 06:13 PM (IST)
surat-limbayat-shock-mother-and-daughter-fall-from-under-construction-building-cctv-captures-terrifying-moment-696258
HIGHLIGHTS
  • ઊંચાઈથી પડવા છતાં માતા-પુત્રીનો ચમત્કારિક બચાવ
  • નીચે પડતાંવેત દીકરી તરત જ ઉભી થઈને માતા પાસે પહોંચી

Surat: શહેરના લિંબાયત વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધિન બિલ્ડિંગ જોવા ગયેલા માતા અને પુત્રી અચાનક પહેલા માળેથી નીચે પટકાયા હતા. જો કે આ ગંભીર અકસ્માતમાં માતા-પુત્રીનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ છે.

બાલ્કનીમાં રેલિંગ ના હોવાથી માતા-પુત્રીએ સંતુલન ગુમાવ્યું
લિંબાયત વિસ્તારમાં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ નિર્માણાધિન મકાન જોવા માટે એક મહિલા તેની પુત્રી સાથે ગયા હતા. મકાન હજુ તૈયાર થઈ રહ્યું હોવાથી તેની બાલ્કનીમાં સુરક્ષા માટે રેલિંગ લગાવવામાં આવી નહતી. ​

માતા અને પુત્રી જ્યારે બાલ્કની પાસે ઉભા રહીને નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સંતુલન બગડતા બંને સીધા પહેલા માળેથી નીચે જમીન પર પટકાયા હતા. ​આ ઘટનાના રૂંવાડા ઉભા થઈ જાય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

CCTVમાં જોઈ શકાય છે કે, માતા-પુત્રી ધડામ કરતાં નીચે પટકાતા મોટો અવાજ થતાં આસપાસના રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવે છે. જ્યારે નીચે પટકાયાની ગણતરીની સેકન્ડમાં પુત્ર તરત જ ઉભી થઈને પોતાની ચિંતા કર્યાં વિના બાજુમાં પડેલ માતાની મદદ માટે દોડી જાય છે. જે બાદ સ્થાનિકોએ બન્ને માતા-પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આટલી ઊંચાઈથી પડવા છતાં બન્નેનો ચમત્કારિક બચાવ થયો છે.