SMC Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે રાજકીય હલચલ તેજ જોવા મળી રહી છે.ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારોના પત્તા ખોલવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ 30 વોર્ડ માટે કુલ 107 જેટલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વોર્ડ-૧ (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ): આ વોર્ડમાંથી શ્રી ભાવિશાબેન ભાવિનભાઈ પટેલ, શ્રી નયનાબેન સુરેશભાઈ ડોબરીયા, શ્રી વિજયભાઇ અશોકભાઇ ભાટિયા અને શ્રી રાજેન્દ્રભાઈ ગોવનભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
વોર્ડ-૨ (અમરોલી-મોટા વારાછા-કઠોર): અહીંથી શ્રી ચંદ્રિકાબેન અનીલભાઈ અસોદારીયા, શ્રી મનીષાબેન પ્રફુલભાઈ ખેર, શ્રી જૈનેશભાઈ સતીશભાઈ જાદવ અને શ્રી મનુભાઈ વલ્લભભાઈ બલર ચૂંટણી લડશે.
વોર્ડ-૩ (વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા): ભાજપે શ્રી મીતાબેન સંજયભાઈ મકવાણા, શ્રી કાવ્યા અલ્પેશભાઈ પટેલ, શ્રી વિશાલભાઇ ઇશ્વરભાઈ રાઠોડ અને શ્રી સુરેશભાઈ મેઘજીભાઈ ધોમાલિયા પર પસંદગી ઉતારી છે.
વોર્ડ-૫ (ફુલપાડા-અશ્વિનીકુમાર): આ વિસ્તારમાં શ્રી જયશ્રીબેન મનહરભાઈ વોરા, શ્રી સ્વાતીબેન રાકેશભાઈ પટેલ, શ્રી ડૉ. વિક્રમ (વિષ્ણુ) અમથાભાઈ દેસાઈ અને શ્રી મહેન્દ્ર દકુભાઈ દેસાઈ ઉમેદવાર તરીકે જાહેર થયા છે.
વોર્ડ-૬ (કતારગામ): અહીં શ્રી જયશ્રીબેન રાજનભાઈ વરિયા, શ્રી કેતા ગ્રીનીઝભાઈ દેસાઈ, શ્રી દક્ષેશ કિશોરભાઈ માવાણી અને શ્રી રમેશભાઈ લાભુભાઈ બોરડ ચૂંટણી લડશે.
વોર્ડ-૧૦ (અડાજણ-પાલ-ઇચ્છાપોર): આ વોર્ડમાંથી શ્રી મીનાક્ષીબેન સમીરભાઈ પપૈયા, શ્રી ઉર્વશીબેન નિરવભાઈ પટેલ, શ્રી રાજુભાઈ રતિલાલ પ્રિયદર્શી અને શ્રી નિલેશ સુરેશભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
વોર્ડ-૧૪ (ઉમરવાડા-માતાવાડી): શ્રી સરોજબેન કલ્પેશભાઇ પટેલ, શ્રી માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી, શ્રી સતિષભાઈ ઉકાભાઈ મૈસુરીયા અને શ્રી અનિલ મગનભાઈ સોજીત્રા ઉમેદવારી કરશે.
વોર્ડ-૨૨ (ભટાર-વેસુ-ડુમસ): આ મહત્વના વોર્ડમાં શ્રી શીતલ પ્રતિકકુમાર પટેલ, શ્રી રશ્મિ ગિરધારી સાબુ, શ્રી દિપેશભાઈ ચંદુલાલ પટેલ અને શ્રી હિમાંશુ પ્રવિણસિંહ રાઉલજી ભાજપના ઉમેદવાર રહેશે.
વોર્ડ-૩૦ (કનસાડ-સચિન-ઉન-આભવા): છેલ્લે આ વોર્ડ માટે શ્રી રીનાસિંહ અજીતસિંહ રાજપૂત, શ્રી આરતીબેન દિપકભાઈ ચૌધરી, શ્રી ભરતભાઇ અરવિંદભાઈ પટેલ અને શ્રી ચિરાગકુમાર હરિશચંદ્ર સોલંકીના નામો જાહેર કરવામાં આવ્યા છે.
ધાર્મિક માલવિયાનું નામ નહીં
પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તેઓ વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડવા માંગતા હતા. જો કે છેલ્લી ઘડીએ ભાજપ મોવડી મંડળ સાથેની બેઠક બાદ તેમણે ચૂંટણી નહીં લડવાનું માંડી વાળ્યું હતુ. જેના પગલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ધાર્મિક માલવિયાનું નામ નથી.
