145 દિવસ બાદ રાહત : સુરતમાં કતારગામ-રાંદેરને જોડતો વિયર-કમ-કોઝવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં કોઝવે ઓવરફલો થયો હતો અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 21 Nov 2025 11:23 AM (IST)Updated: Fri 21 Nov 2025 11:23 AM (IST)
surat-news-katargam-rander-weir-cum-causeway-reopens-after-145-days-641938

Surat News: સુરત શહેરના કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો તાપી નદી પરનો વિયર કમ કોઝવે લગભગ 145 દિવસ બાદ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે કોઝવે લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યો હતો. કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને લાંબો ચકરાવો લેવો નહી પડે.

સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર બનેલો મહત્વપૂર્ણ વિયર-કમ-કોઝવે આખરે145 દિવસના લાંબા ગાળા બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં કોઝવે ઓવરફલો થયો હતો અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

લગભગ 145 દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતાં અને કોઝવેની સપાટી ભયજનક સપાટી નીચે જતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેની સફાઈ અને નિરીક્ષણ બાદ તેને ફરીથી વાહનચાલકો માટે ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિયર-કમ-કોઝવે કતારગામ અને રાંદેર જેવા શહેરના બે મહત્વના વિસ્તારોને સીધો જોડે છે. કોઝવે બંધ રહેવાના કારણે દરરોજ અપડાઉન કરતા હજારો વાહનચાલકોને ફરજિયાતપણે લાંબો ચકરાવો લેવો પડતો હતો, જેના કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હતો. કોઝવે પુનઃ કાર્યરત થતાં દૈનિક પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ રૂટ તેમના માટે સૌથી ટૂંકો અને અનુકૂળ છે. કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને હવે લાંબો ચકરાવો લેવો પડશે નહી.