Surat News : ટ્રકમાં ચોરખાનું બનાવીને ગાંજાની હેરાફેરી ઝડપાઈ, 1.76 કરોડથી વધુનો ગાંજો જપ્ત

સુરત ગ્રામ્ય SOG પોલીસે ટ્રકમાં ચોરખાનું બનાવીને ગાંજાની ફેરફેરીને ઝડપી લીધી છે. આરોપીઓ પાસેથી કુલ 1.60 કરોડથી વધુનો ગાંજો અને ટ્રક સહિત કુલ 1.76 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 15 Apr 2026 03:56 PM (IST)Updated: Wed 15 Apr 2026 03:56 PM (IST)
surat-news-marijuana-rs-1-76-crore-seized-sog-police-marijuana-728483

Marijuana trafficking in Surat: સુરત ગ્રામ્ય SOG પોલીસને ગાંજાની હેરાફેરી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ટ્રકમાં ચોરખાનું બનાવીને ગાંજાની ફેરફેરી કરવામાં આવતી હતી. કુલ 1.60 કરોડથી વધુનો ગાંજો અને ટ્રક સહિત કુલ 1.76 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ટ્રકના ચોરખાનામાંથી ગાંજો ઝડપાયો

મળતી વિગતો મુજબ, સુરત જિલ્લામાં પલસાણા ચાર રસ્તા ખાતે સુરત ગ્રામ્ય SOG પોલીસની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન એક મહારાષ્ટ્ર પાર્સિંગનો ટ્રક ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં તપાસ કરતા તેમાં ચોરખાનું બનાવેલું હતું અને તેમાં ગાંજાનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો.

આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત

આ ઘટનામાં પોલીસે મહારાષ્ટ્રના વતની ટ્રક ડ્રાઈવર સાહીલ રજાક પઠાણ (ઉ. 21) અને ક્લીનર અફરોજ ઐયુબ પઠાણ (ઉ. 22) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે 1,60,88,700 રૂપિયાની કિંમતનો 321.774 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 15 લાખની કિંમતનો ટ્રક, બે મોબાઈલ ફોન, અને પકડાયેલા આરોપીઓના કબજામાંથી મળી આવેલા રોકડા રૂપિયા 20900 મળી કુલ 1,76,39,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગાંજો સપ્લાય કરવા આરોપીઓ સુરત આવ્યા

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, વોન્ટેડ આરોપી અરબાઝ ઐયુબ પઠાણના કહેવા મુજબ, ઓરિસ્સા રાજ્યમાં ભુવનેશ્વર ખુડદા નજીકથી વોન્ટેડ આરોપી આલોક નામના ઈસમે ટ્રકમાં ગાંજો ભરી આપ્યો હતો. આ ગાંજો વોન્ટેડ આરોપીના જણાવ્યા મુજબના વ્યક્તિને સુરત ખાતે સપ્લાય કરવાનો હતો. જેથી સુરતના સચિન ખાતે ગયા હતા. જો કે, ત્યાંથી આ જથ્થો વોન્ટેડ આરોપીએ વાસદ ખાતે પહોંચાડવાનું કહેતા તેઓ જતા જથ્થો લઈને જતા હતા.

આરોપીઓ સામે કાર્યવાહી

આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થો પહોંચાડવા પોતાની માલિકીની ટ્રક પૂરી પાડનાર અરબાઝ ઐયુબ પઠાણ, ગાંજાનો જથ્થો પૂરો પાડનાર આલોક, ગાંજાનો જથ્થો પિકઅપમાં લઈ આવી ટ્રકમાં ભરી આપનાર બે અજાણ્યા ઇસમો અને ખુર્દાથી જાલના સુધી ટ્રક ચલાવી ગાંજાનો જથ્થો લઈ આવનાર ભીમો નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.