Surat: શહેરના મોટા વરાછામાં રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ મામલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારના વતની અને હાલ કતારગામ GIDC વિસ્તારમાં રહેતો અર્જત રઝા ઉર્ફે આઝાદ વલી મોહમ્મદ નામના 20 વર્ષીય વિધર્મી યુવકે શહેરના વરાછા વિસ્તારમાં નિર્માણધીન બિલ્ડિંગમાં મજૂરી કામ કરતી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
ગત જૂન-જુલાઈ મહિના દરમિયાન અર્જત રઝા ઉર્ફે આઝાદે સગીરાને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસથી સગીરાને પેટમાં દુખાવો રહેતો હોવાથી પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું ખૂલ્યું હતુ.
આ મામલે સગીરાની પૂછપરછમાં તેણે અર્ઝત રઝાનું નામ આપ્યું હતુ. જેથી સગીરાના પિતાએ અર્ઝતને આ બાબતે ઠપકો આપતાં તે ભાગી ગયો હતો. આખરે આ મામલે સગીરાના પિતાએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
