UpdatedIST

Surat: ઓલપાડમાં બેકાબુ કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ, બ્યૂટી પાર્લરના ઓર્ડર માટે જતી બે મહિલાઓના દર્દનાક મોત

બોલાવ ગામ નજીક પહોંચતા રસ્તામાં ભૂંડ આવી જતાં કાર ચાલક મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી કાર રસ્તાની બાજુના કાંસમાં ઉતરી ઝાડમાં ઘૂસી ગઈ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Feb 2026 05:44 PM (IST)Updated: Sat 21 Feb 2026 05:44 PM (IST)
surat-news-two-women-killed-as-car-crashes-into-tree-in-olpad-after-driver-loses-control-696243
HIGHLIGHTS
  • ભયાનક અકસ્માતના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો
  • કાંસમાં ખાબકેલી કારને બહાર કાઢવા JCBની મદદ લેવાઈ

Surat: સુરત જિલ્લાના ઓલપાડમાં બ્યુટી પાર્લરના ઓર્ડર માટે કારમાં જતી બે મહિલાઓને અકસ્માત નડ્યો હતો. રોડ પર ડુક્કર પડેલું હોય કાર ચાલક મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં કાર ચાલક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય મહિલાનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વિહણ ગામ ખાતે રહેતા ઝંખનાબેન મનુભાઈ મૈસૂરિયા (ઉ.42) ગતરોજ બારોડલીમાં રહેતા વર્ષાબેન પ્રવિણભાઈ મિસ્ત્રી (ઉ .59) સાથે શેરા મટીયા ગામ ખાતે બ્યુટી પાર્લરના ઓર્ડર માટે કારમાં સવાર થઈને જતા હતા.

આ દરમ્યાન તેઓ બોલાવ ગામની હદમાં આર્યમ એકેડમી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ભૂંડ આવી જતા તેમણે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે બેકાબુ કાર રસ્તાની બાજુમાં ઉતરીને કાંસમાં ઉતરી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી

આ ઘટનામાં કારમાં સવાર બંને મહિલાઓને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જ્યાં ગંભીર ઇજાના પગલે ઝંખનાબેનનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે વર્ષાબેનને સારવાર અર્થે સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. બંને મહિલાઓના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. JCBની મદદથી કારને બહાર કાઢવી પડી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.