Tesla Model Y Surat: દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત ટેસ્લાની ઇલેક્ટ્રિક કારનો પ્રવેશ સુરત પ્રાદેશિક પરિવહન કચેરીમાં નોંધાયો છે. શહેરના એક સ્કૂલ સંચાલક તથા મિલમાલિકે ટેસ્લા કંપનીની મોડલ વાય ઇલેક્ટ્રિક કાર ખરીદી છે, જેની કિંમત લગભગ 76 લાખ રૂપિયા જેટલી છે. આ ખરીદી માટે તેમણે છ મહિના પહેલા ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું.
6 મહિનાના વેઈટીંગ બાદ કારની ડીલેવરી મળી
સુરત શહેરમાં સ્કૂલ સંચાલક તથા મિલમાલિકે ટેસ્લા કંપનીની કાર ખરીદી કરી છે જેની કિમંત 76 લાખ રૂપિયા થાય છે, આ કાર ખરીદવા માટે કાર માલિકે 6 મહિના અગાઉ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું અને આખરે 6 મહિનાના વેઈટીંગ બાદ કારની ડીલેવરી મળી છે. ગુજરાતમાં ટેસ્લાનું કોઈ શો રૂમ ન હોવાને કારણે કારમાલિકે મુંબઈ જઈને ડિલિવરી લીધી. મુંબઈમાં ટેસ્લાની ફીચર્સ પણ જાણી શકાય છે અને ટેસ્ટ ડ્રાઇવ ઉપલબ્ધ છે, જોકે બુકિંગ અને ખરીદીની સંપૂર્ણ પ્રક્રિયા કંપનીના ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે જ પૂર્ણ થાય છે.

ફીચર્સ અને ટેકનોલોજી જોઈ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત
સુરત RTO ખાતે કારનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે ટેસ્લાના પ્રીમિયમ ફીચર્સ અને ટેકનોલોજી જોઈ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કારને 360 ડિગ્રી એંગલથી ચકાસવામાં આવી અને એડવાન્સ સિસ્ટમ વિશે માલિક પાસેથી માહિતી મેળવી હતી. સુરત RTOઓના ચોપડે પહેલી નોંધણી થયેલી ટેસ્લા લાલ કલરની છે, કારમાલિકે લાલ રંગનું મોડલ પસંદ કર્યું હોવાથી તેમને 1.80 લાખ રૂપિયા જેટલો વધારાનો કલર ચાર્જ ચૂકવવો પડ્યો. રજિસ્ટ્રેશન માટે તેઓએ RTOને અંદાજે 1.40 લાખ રૂપિયા ટેક્સ જમા કર્યો હતો.
સુરત RTOના રેકોર્ડમાં આ પ્રથમ વખત ટેસ્લાનું સીધું રજિસ્ટ્રેશન
જોઈએ તો ગુજરાતમાં ટેસ્લા કારનું આગમન પહેલા થઈ ચૂક્યું છે. સુરતની જ એક હીરા કંપનીના માલિક પાસે ટેસ્લા કાર છે, પરંતુ તેમની કાર મહારાષ્ટ્ર પાર્સીંગની છે. તેમણે તે કાર લગભગ એક વર્ષ પહેલાં મુંબઈમાંથી ખરીદી અને ત્યાં જ નોંધણી કરાવી હતી. તે પ્રમાણે, સુરત RTOના રેકોર્ડમાં આ પ્રથમ વખત ટેસ્લાનું સીધું રજિસ્ટ્રેશન થયું છે.
