સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ધ્રાંગધ્રામાં 6.93 ઇંચ અને વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસું પૂરાજોશમાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 02 Aug 2026 09:16 AM (IST)Updated: Sun, 02 Aug 2026 09:16 AM (IST)
surendranagar-heavy-rain-dhrangadhra-wadhwan-monsoon-update

Surendranagar Rainfall Report: ગુજરાતમાં ચોમાસું પૂરાજોશમાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે, જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી છે. તારીખ 1 ઓગસ્ટ સવાર 6 વાગ્યાથી 2 ઓગસ્ટ 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધારે વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, સૌથી વધારે વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 6.93 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ વઢવાણ તાલુકામાં પણ 6.18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, લખતર તાલુકામાં 4.49 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અન્ય તાલુકાઓની સ્થિતિ

જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા છે, જેમાં મૂળી અને ચુડા તાલુકામાં એકસમાન 3.66 ઇંચ વરસાદ નોંધાયો છે. થાનગઢમાં 3.5 ઇંચ અને ચોટીલા તાલુકામાં 3.15 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સાયલામાં 2.28 ઇંચ, દસાડામાં 1.81 ઇંચ અને લીંબડી તાલુકામાં 1.22 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.