Surendranagar Municipal Election: સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકોની ફાળવણી? જાણો વિગતવાર

મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાંથી 26 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 04 Dec 2025 05:22 PM (IST)Updated: Thu 04 Dec 2025 05:22 PM (IST)
surendranagar-municipal-corporation-election-2026-ward-wise-seat-reservations-announced-649554

Surendranagar Municipal Corporation Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે શહેરના વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ જાહેર કર્યો છે. આયોગને મળેલા તમામ સૂચનોની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે પરામર્શ બેઠકો પણ યોજવામાં આવી હતી. આ ફાળવણીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટેની અનામત બેઠકોનો સમાવેશ થાય છે.

વર્ષ 2011ની વસતી ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલ આંકડાઓને આધારે આ સીમાંકન અને બેઠક ફાળવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કુલ વસતી 2,66,733 નોંધાઈ છે, જેને કુલ 13 વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે. આ મુજબ, પ્રત્યેક વોર્ડ દીઠ સરેરાશ વસતી 20,518 જેટલી રહેશે. મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાંથી 26 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 5 બેઠકો (જેમાંથી 2 બેઠકો અનુસૂચિત જાતિની મહિલાઓ માટે) અનામત રાખવામાં આવી છે. પછાતવર્ગ (OBC) માટે14 બેઠકો (જેમાંથી 7 બેઠકો પછાતવર્ગની મહિલાઓ માટે) અનામત રાખવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો

કુલ વસતી (2011 પ્રમાણે)266733
કુલ વોર્ડની સંખ્યા13
બેઠકોની સંખ્યા52
કુલ સ્ત્રી બેઠકો26
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા5 (2 મહિલા અનામત)
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા0
પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા14 ( 7 મહિલા અનામત)
કુલ અનામત બેઠકો36
સામાન્ય બેઠકો16

વોર્ડ નંવોર્ડની વસતીપ્રથમ બેઠક (મહિલા અનામત)બીજી બેઠક (મહિલા અનામત)ત્રીજી બેઠકચોથી બેઠક
121196પછાતવર્ગસામાન્યપછાતવર્ગસામાન્ય
222657પછાતવર્ગસામાન્યસામાન્યસામાન્ય
321382પછાતવર્ગસામાન્યસામાન્યસામાન્ય
420893સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
518530સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
620879પછાતવર્ગસામાન્યઅનુસૂચિત જાતિસામાન્ય
719651પછાતવર્ગસામાન્યસામાન્યસામાન્ય
821912પછાતવર્ગસામાન્યઅનુસૂચિત જાતિસામાન્ય
921704અનુસૂચિત જાતિસામાન્યપછાતવર્ગસામાન્ય
1021913સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
1119160પછાતવર્ગસામાન્યઅનુસૂચિત જાતિસામાન્ય
1219471સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
1317385અનુસૂચિત જાતિસામાન્યપછાતવર્ગસામાન્ય
કુલ266733