Surendranagar Elections 2026: સુરેન્દ્રનગરમાં ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, 26 એપ્રિલે મતદાન, 3 ચૂંટણી અધિકારીઓની નિમણૂક

ચૂંટણીલક્ષી કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગરના ડિઝાસ્ટર શાખા ખાતે 24 કલાક કાર્યરત જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 08 Apr 2026 07:10 PM (IST)Updated: Wed 08 Apr 2026 07:10 PM (IST)
surendranagar-municipal-corporation-elections-2026-vote-on-april-26-aap-candidates-list-out-724195

Surendranagar Municipal Corporation Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદી તાજેતરમાં જારી કરવામાં આવી હતી.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ એકાદ-બે દિવસમાં યાદી જાહેર કરવામાં આવી શકે છે. આગામી 26 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જેમાં 1.94 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત તૈયારીઓ અને આચારસંહિતાની કડક અમલવારી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 3 ચૂંટણી અધિકારીઓ અને 3 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગરના ડિઝાસ્ટર શાખા ખાતે 24 કલાક કાર્યરત જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
વોર્ડ - 17787677814565
વોર્ડ - 28103750715610
વોર્ડ - 38221754315764
વોર્ડ - 46511610312614
વોર્ડ - 56904657313477
વોર્ડ - 67269681914088
વોર્ડ - 78554798316537
વોર્ડ - 87319673314052
વોર્ડ - 99604878818392
વોર્ડ - 108565804816613
વોર્ડ - 117501661614117
વોર્ડ - 127234659113825
વોર્ડ - 137570691314483

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ (Surendranagar Municipal Corporation election 2026 Schedule)

વોર્ડ નંબરઆમ આદમી પાર્ટી
વોર્ડ - 1ધરંગીયા મકાભાઈ
વોર્ડ - 1ઉદેશા ગીતાબેન
વોર્ડ - 1નમ્રતા દિપકકુમાર સોલંકી
વોર્ડ - 2ચુડાસમા બ્રિજરાજસિંહ
વોર્ડ - 3વ્યાસ અલ્પાબેન
વોર્ડ - 3ચિહલા દીપક ભાઈ
વોર્ડ - 4ભાવિન માર્યા
વોર્ડ - 4ભુસડીયા શારદાબેન
વોર્ડ - 5ડાભી હિનાબેન ધીરજલાલ
વોર્ડ - 5શીતલબેન વસંતલાલ શાહ
વોર્ડ - 6કોરાડિયા સોનલબેન
વોર્ડ - 8થરેશા દક્ષાબેન
વોર્ડ - 8હિતેશ વાલા
વોર્ડ - 8શેખ અફસાનાબેન
વોર્ડ - 9અતુલભાઈ વેગડ
વોર્ડ - 9કોટેચા કમલેશ
વોર્ડ - 9શિહોરા પંચુબેન ગૌતમભાઈ
વોર્ડ - 10ચૌહાણ જયેશભાઈ
વોર્ડ - 10નયનભાઈ
વોર્ડ - 11રાઠોડ કાંતિભાઈ
વોર્ડ - 11ધારાબેન સાકરીયા
વોર્ડ - 12સોલંકી અકીલભાઈ
વોર્ડ - 13રુદ્ર પરમાર
વોર્ડ - 13સોલંકી ચંદાબેન મનુભાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026