Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર જિલ્લાની એક માત્ર ઇન્ટર સ્પેટર વાહન દોડી રહ્યુ છે. જે દિવસ દરમિયાન નેશનલ હાઇવે તેમજ બ્લેકસ્પોટ સ્થળો પર સતત પેટ્રોલિંગ કરે છે, ત્યારે છેલ્લા 2 માસમાં હાઇવે પર 100થી વધુની સ્પીડને નીકળેલા 830 વાહચાલકોને રૂ.19.89 લાખના ઇ-ચલણ અપાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી.એલ.બગડા, વી.ડી.રાણા, ભુપેન્દ્રસિંહ રાણઆ, જનકસિંહ ઝાલા સહિતનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. આ વાહન દિવસ દરમિયાન નેશનલ હાઇવે ઉપર બ્લેકસ્પોટ ઉપર સતત પેટ્રોલિંગ કરી રહ્યુ છે, ત્યારે જિલ્લાના જુદા જુદા માર્ગો પર કાર્યવાહી કરતા 100થી વધુની સ્પીડમાં કાર સહિતના વાહનો નીકળ્યા હતા.
2025ના સપ્ટેમ્બર માસમાં 401 ચાલકોને રૂ. 9,62,000ના ઇ-ચલણ ફટકાર્યા હતા. આ ઉપરાંત 2025ના ઓક્ટોબર માસમાં 429 ચાલકોને રૂ. 10,27,000ના ઇ-ચલણ આપવામાં આવ્યા હતા. જિલ્લાના નેશનલ હાઇવે પર બે માસમાં 100થી વધુની સ્પીડમાં નીકળેલા 830 ચાલકોને રૂ. 19.89 લાખના ઇ-ચલણ ફટકારાયા હતા.
ઈન્ટરસેપ્ટરએ એવું વાહન છે કે, જે અકસ્માત ન થાય તેની કાળજી રાખવી, અકસ્માત થયો હોય તો ઘટના સ્થળે પહોંચવુ, જેમાં ઇજાગ્રસ્તોને દવાખાને સારવાર માટે લઇ જવાની કાર્યવાહી, નિયમોનો ભંગ કરતા વાહનો ડિટેઇન કરવા, કયા કારણોસર અકસ્માત થયો છે.
ટ્રાફિક શાખાના વી.ડી.રાણાએ જણાવ્યું કે, આ વાહનમાં જમાદાર, કોન્સ્ટેબલ તેમજ ડ્રાઇવર સહિત 3 લોકોની ટીમ હોય છે. હાઇવે પરથી 100થી વધુ સ્પીડમાં વાહન નીકળે એટલે મશીન દ્વારા જ વાહનનો ફોટો પડી જાય છે. જેમાં નંબર પ્લેટ તેમજ વાહનનો ફોટા સાથે ઓનલાઈન ચલણ તૈયાર થઇ જાય છે.
