તાપી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નિઝરમાં બે કલાકમાં 1.57 ઇંચ વરસાદ, જાણો અન્ય જિલ્લાની સ્થિતિ

તાપી જિલ્લામાં 31 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે ભારે વરસાદ નોંધાયો. નિઝરમાં માત્ર બે કલાકમાં 1.57 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે કુકરમુંડા, વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, ઉકાઈ અને ડોલવણમાં પણ વરસાદ નોંધાયો. જાણો તાપી જિલ્લાના વરસાદી આંકડા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 31 Jul 2026 10:36 AM (IST)Updated: Fri, 31 Jul 2026 10:36 AM (IST)
tapi-district-heavy-rain-nizar-records-1-57-inch-rainfall-in-two-hours

Tapi Rain Report: ગુજરાતમાં ચોમાસું તેના પૂર્ણ મિજાજમાં જોવા મળ્યું છે. ત્યારે આજે 31 જુલાઈ 2026ના રોજ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, સવારના 6થી 8 વાગ્યાના સમયગાળામાં માત્ર બે કલાકમાં જ જિલ્લાના નિઝરમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે.

નિઝરમાં બે કલાકમાં 1.57 ઇંચ વરસાદ

જિલ્લાના નિઝર તાલુકામાં મેઘરાજાએ માત્ર બે કલાકમાં સારી એવી બેટિંગ કરી છે. બે કલાકમાં 40 મીમી જેટલો વરસાદ ખાબકતાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારના બે કલાકમાં જ તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

તાપી જિલ્લામાં બે કલાકમાં નોંધાયેલ વરસાદી આંકડા

  • નિઝર: જિલ્લામાં સૌથી વધુ વરસાદ નિઝર તાલુકામાં 40 મીમી એટલે કે 1.57 ઇંચ નોંધાયો છે.
  • કુકરમુંડા: અહીં વહેલી સવારના બે કલાકમાં 10 મીમી (0.39 ઇંચ) વરસાદ પડ્યો છે.
  • વાલોડ: વાલોડ તાલુકામાં મેઘરાજાએ 9 મીમી (0.35 ઇંચ) જેટલી હાજરી નોંધાવી છે.
  • વ્યારા: જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં 8 મીમી (0.31 ઇંચ) વરસાદ નોંધાયો છે.
  • સોનગઢ: સોનગઢ પંથકમાં સવારના સમયે 7 મીમી (0.28 ઇંચ) વરસાદ વરસ્યો છે.
  • ઉચ્છલ અને ઉકાઈ: આ બંને વિસ્તારોમાં સમાન રીતે 6 મીમી (0.24 ઇંચ) વરસાદ નોંધાયો છે.
  • ડોલવણ: જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી ઓછો 3 મીમી (0.12 ઇંચ) વરસાદ નોંધાયો છે.

તાપી જિલ્લામાં 24 કલાકના વરસાદી આંકડા

તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો, કુકરમુંડામા 55 મિમી (2.17 ઇંચ), સોનગઢ 22 મિમી (0.87 ઇંચ), નિઝર 18 મિમી (0.71 ઇંચ), ઉકાઈમાં 14 મિમી (0.55 ઇંચ), વ્યારામાં 9 મિમી (0.35 ઇંચ), વાલોડમાં 6 મિમી (0.24 ઇંચ), ઉચ્છલમાં 6 મિમી (0.24 ઇંચ), ડોલવણમાં 5 મિમી (0.20 ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ 24 કલાકના સમયગાળામાં કુકરમુંડા તાલુકામાં સર્વાધિક 2.17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

 06 થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ

31 જુલાઈ 2026 ના રોજ સવારે 06 થી 10 વાગ્યા સુધીમાં તાપી જિલ્લામાં નોંધાયેલ વરસાદની માહિતી નીચે મુજબ છે:

  • સોનગઢ: 81 મીમી (3.19 ઈંચ)
  • ઉકાઈ: 77 મીમી (3.03 ઈંચ)
  • ઉચ્છલ: 42 મીમી (1.65 ઈંચ)
  • નિઝર: 40 મીમી (1.57 ઈંચ)
  • કુકરમુંડા: 21 મીમી (0.83 ઈંચ)
  • વ્યારા: 18 મીમી (0.71 ઈંચ)
  • વાલોડ: 16 મીમી (0.63 ઈંચ)
  • ડોલવણ: 15 મીમી (0.59 ઈંચ)