તાપી જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને પરિણામ? 26 બેઠકો પર કેટલા ઉમેદવારોએ ભર્યા ફોર્મ? સંપૂર્ણ માહિતી

26 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 5.70 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 26 બેઠકો પર 118 ફોર્મ ભરાયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 12 Apr 2026 05:11 PM (IST)Updated: Sun, 12 Apr 2026 05:11 PM (IST)
tapi-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings

Tapi District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ તાપી જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 5.70 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 26 બેઠકો પર 118 ફોર્મ ભરાયા છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, તાપી જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

તાપી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા

વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
1 ૧-આમલગુંડી 9409 9814 19223
2 ૨- બોરખડી 10923 12038 22961
3 ૩-બુહારી 10093 10766 20859
4 ૪-ધજાંબા 11237 11670 22907
5 ૫- ડોલવણ 13508 14194 27702
6 ૬-ડોસવાડા 11192 11922 23114
7 ૭- ફુલવાડી 11661 12451 24112
8 ૮- ગડત 10977 11684 22661
9 ૯- ગુણસદા 11270 12112 23382
10 ૧૦- કાનપુરા 10543 11395 21938
11 ૧૧- કમાલછોડ 9656 10327 19983
12 ૧૨- કરંજવેલ 9923 10602 20525
13 ૧૩- કેળકુઇ 10244 11031 21275
14 ૧૪- મોહિની 12991 13407 26398
15 ૧૫- મોરંબા 10788 11563 22351
16 ૧૬-નિઝર 9865 10135 20000
17 ૧૭- પાટી 11383 12182 23565
18 ૧૮-રાણીઆંબા 10900 11295 22195
19 ૧૯-સાતકાશી 10647 10624 21271
20 ૨૦- શાલે 8470 8379 16849
21 ૨૧-ટોકરવા (સેગુપાડા) 9454 10141 19595
22 ૨૨-ઉચ્છલ 10508 11205 21713
23 ૨૩-ઉંચામાળા 10124 10562 20686
24 ૨૪-વડપાડાનેસુ 12692 13309 26001
25 ૨૫-વાલોડ 10428 11271 21699
26 ૨૬-વેલદા 8692 9051 17743

તાપી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નં વોડૅ નું નામ કુલ ફોમૅ
1 ૧-આમલગુંડી 3
2 ૨- બોરખડી 4
3 ૩-બુહારી 5
4 ૪-ધજાંબા 7
5 ૫- ડોલવણ 5
6 ૬-ડોસવાડા 4
7 ૭- ફુલવાડી 3
8 ૮- ગડત 6
9 ૯- ગુણસદા 5
10 ૧૦- કાનપુરા 3
11 ૧૧- કમાલછોડ 6
12 ૧૨- કરંજવેલ 5
13 ૧૩- કેળકુઇ 5
14 ૧૪- મોહિની 4
15 ૧૫- મોરંબા 6
16 ૧૬-નિઝર 2
17 ૧૭- પાટી 4
18 ૧૮-રાણીઆંબા 4
19 ૧૯-સાતકાશી 4
20 ૨૦- શાલે 5
21 ૨૧-ટોકરવા (સેગુપાડા) 3
22 ૨૨-ઉચ્છલ 4
23 ૨૩-ઉંચામાળા 6
24 ૨૪-વડપાડાનેસુ 5
25 ૨૫-વાલોડ 6
26 ૨૬-વેલદા 4

તાપી જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Tapi District Panchayat Election 2026 Schedule)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026
મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026
મતગણતરીની તારીખ 28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026