AAP MLA Chaitar Vasava: ડેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા સહિતના નવ લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત ઠેરવીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમા્ં સજા સંભળાવવામાં આવી છે. જેને લઇને સેશન્સ કોર્ટે ચૈતરની સાથે તતેમની પત્ની અને બીજા નવ લોકોને આરોપી ઠેરવ્યા છે.
ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખસેડાયા
AAP MLA ચૈતર વસાવાને રાજપીપળા ડિસ્ટ્રીક્ટ જેલમાંથી વડોદરાની સેન્ટ્રલ જેલ ખસેડવાની વિગતો મળી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને કેદી નંબર 90888 નંબરની ફાળવણી કરાઈ છે. જ્યારે આજે તેમને જેલ પ્રશાસન દ્વારા બેરેકની ફાળવણી કરવામાં આવશે. ત્યારે એક બાજુ આપ પાર્ટીની લિગલ સેલ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારીમાં છે.
શું છે સમગ્ર મામલો ?
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓ પર હુમલા અંગેનો ગુનો વર્ષ 2023માં નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જંગલની જમીન પર સ્થાનિક ખેડૂતો ખેડાણ કરતા હતા. જેથી વન વિભાગે તેને ગેરકાયદેસર કહીને અટકાવી દિધું હતું.
આ અંગે ચર્ચા કરવા માટે ચૈતર વસાવાએ કર્મચારીઓને ઘરે બોલાવીને બોલાચાલી કરી હતી અને મારપીટ કર્યાનો ગંભીર આક્ષેપ છે.આથી વન વિભાગે ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેન સહિત 9 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
