Vadodara Rain: ભારે વરસાદથી રાવપુરા સહિત અનેક વિસ્તારો જળબંબાકાર, દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા

વડોદરામાં ભારે વરસાદથી રાવપુરા, મદન ઝાંપા અને પથ્થરગેટ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓનો માલ પલળ્યો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 01 Aug 2026 02:31 PM (IST)Updated: Sat, 01 Aug 2026 02:31 PM (IST)
vadodara-rain-heavy-rainfall-causes-waterlogging-in-raopura-shops-flooded-traders-face-trouble

Vadodara Rain News: વડોદરા શહેરમાં મેઘરાજાની પધરામણી સાથે જ ફરી એકવાર તંત્રની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે પ્રજાજનો અને ખાસ કરીને વેપારીઓને ભારે ભોગવવાનો વારો આવ્યો છે.

વેપારી વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા

શહેરના મુખ્ય અને વેપારી વિસ્તારો જેવા કે મદન ઝાંપા, પથ્થરગેટ અને રાવપુરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને રાવપુરા વિસ્તારમાં રોડ પરના પાણી દુકાનોની અંદર ઘૂસી જતાં વેપારીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. દુકાનોમાં મુકેલો માલસામાન પલળીને બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. નુકસાનથી બચવા માટે વેપારીઓ પોતે જ ડોલ અને અન્ય સાધનો વડે દુકાનોમાંથી પાણી બહાર કાઢવાની મજૂરી કરવા મજબૂર બન્યા છે.

naidunia_image

પાણી ભરાઈ જવાથી વાહનચાલકોની હાલત કફોડી

બીજી તરફ, મુખ્ય માર્ગો પર ભારે પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોની હાલત પણ કફોડી બની હતી. પાણીના ઊંચા સ્તરને કારણે અનેક વાહનો રોડ પર જ બંધ પડી ગયા હતા, જેને પગલે લોકોને પોતાના વાહનો ધકેલીને લઈ જવા પડ્યા હતા અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક રહીશો અને વેપારીઓએ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પ્રત્યે ભારે રોષ ઠાલવ્યો છે.

naidunia_image

પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા

સામાન્ય વરસાદમાં જ શહેરના મુખ્ય વિસ્તારો જળમગ્ન થઈ જતાં લોકોએ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે વેપારીઓએ આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

naidunia_image