Vadodara Weather Forecast: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન? પવન અને હળવા વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે વડોદરામાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 06 Aug 2026 06:45 AM (IST)Updated: Thu, 06 Aug 2026 06:45 AM (IST)
vadodara-weather-forecast-today-and-tomorrow-august-6-2026

Vadodara Weather Forecast Today and Tomorrow | આજનું વડોદરાનું હવામાન (6 ઓગસ્ટ 2026): વડોદરા શહેરમાં આજે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આગામી 7 થી 11 ઓગસ્ટ દરમિયાન પણ શહેરમાં છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહેશે, જોકે ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. વરસાદનું જોર ઘટવાની સાથે જ તાપમાન અને ભેજના પ્રમાણમાં વધારો જોવા મળશે, જેના કારણે લોકોને થોડા બફારાનો સામનો કરવો પડી શકે છે. સિઝનની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

વડોદરામાં આજે કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ અનુસાર આજે વડોદરામાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શકે છે. 7થી 11 ઓગસ્ટ દરમિયાન પણ શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ઝાપટાં વરસી શકે છે. ભારે વરસાદની એક સપ્તાહ સુધી કોઇ ચેતાવણી નથી.

વડોદરામાં આજે કેટલું રહેશે તાપમાન?

વડોદરા શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. 11 ઓગસ્ટ સુધી શહેરમાં મહત્તમ તાપમાન 30થી 33 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. શહેરમાં 5થી 11 ઓગસ્ટ દરમિયાન ભેજનું પ્રમાણ મહત્તમ 80થી 90 અને લઘુત્તમ 68થી 78ની આસપાસ રહી શકે છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓ અંગે શું છે હવામાનની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે 6થી 11 ઓગસ્ટ 2026 દરમિયાન વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, આણંદ, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 12થી 15 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ક્યાંક ક્યાંક ધોધમાર વરસાદની શક્યતા પણ છે.

અનેક સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં અસર જોવા મળી શકે

હાલમાં ચોમાસાનો ટ્રફ તેની સામાન્ય સ્થિતિ કરતાં સરેરાશ સમુદ્ર સપાટીએ ઉત્તર દિશામાં ખસ્યો છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક વેસ્ટર્લીઝમાં ટ્રફ તરીકે સક્રિય છે. ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના પડોશમાં નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરે એક સાઇક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. ઉત્તરપૂર્વ બિહાર અને અડીને આવેલા સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર, મધ્ય આસામ પર નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરો વચ્ચે, ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ તથા તેના પડોશમાં નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરે અને દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેના પડોશમાં મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરે અપર એર સાઇક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય છે. આમ મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યૂલેશન સહિતની સિસ્ટમની અસર હવામાન પણ જોવા મળી શકે છે.

વડોદરા જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ વરસ્યો

ચોમાસું 2026ની સિઝનમાં અત્યારસુધીમાં વડોદરા જિલ્લામાં સરેરાશ 874 મિ.મી.ની સરખામણીએ 478 મિ.મી. વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે સિઝનનો 54.69 ટકા વરસાદ અત્યારસુધીમાં થયો છે. અહીં જિલ્લામાં તાલુકાવાર સિઝનનો કેટલો વરસાદ પડ્યો તેની વિગતો અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે.

તાલુકા એવરેજ વરસાદ(1996-2025) સિઝનનો વરસાદ વરસાદની ટકાવારી
ડભોઈ 1012 575 56.82
ડેસર 798 442 55.39
કરજણ 1035 434 41.93
પાદરા 748 524 70.05
સાવલી 812 298 36.7
શિનોર 761 732 96.19
વડોદરા 1106 533 48.19
વાઘોડિયા 720 345 47.92
જિલ્લાની સરેરાશ 874 485.38 55.53