દક્ષિણ ગુજરાત જળબંબોળઃ પુરથી પ્રભાવિત વલસાડ જિલ્લામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવી

BAPSના મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના કાર્યકરો પૂરગ્રસ્ત વિસ્તારોમાં બોટની મદદથી પહોંચી રહ્યા છે અને ઘરે-ઘરે લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Jul 2026 06:51 PM (IST)Updated: Fri, 24 Jul 2026 06:51 PM (IST)
heavy-rain-in-south-gujarat-baps-swaminarayan-sanstha-steps-up-relief-work-in-valsad
HIGHLIGHTS
  • પૂર અસરગ્રસ્ત વલસાડ અને નવસારી જિલ્લામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ


Valsad Flood Relief: દક્ષિણ ગુજરાતમાં બારે મેગ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સુરત, વલસાડ, વાપી અને નવસારી જેવા જિલ્લાઓમાં તો ભારે વરસાદના કારણે જળતાંડવનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત બે દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદે આજે એકંદરે વિરામ લેતા રાહત અને બચાવ કામગીરીએ જોર પકડ્યું છે. એવામાં સ્વામિનારાયણ સંસ્થા લોકોની મદદ માટે આગળ આવી છે.

ખાસ કરીને વલસાડ શહેર ઉપરાંત જિલ્લાના તાલુકાઓમાં આભ ફાટ્યા હોય તેમ અતિવરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જળભરાવના કારણે અહીંના લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રીહ છે. એવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પણ લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે.

naidunia_image

BAPSના મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વલસાડના અસરગ્રસ્ત વિસ્તારોમાં સંસ્થાના સંતો અને કાર્યકરો સેવા માટે દોડી આવ્યા છે. જ્યાં તેઓ અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા સહિત અન્ય કાર્યોમાં જોડાયા છે.

naidunia_image

પૂર અસરગ્રસ્ત વલસાડ અને નવસારી જિલ્લામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ

દક્ષિણ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વલસાડ અને નવસારી જિલ્લામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. પૂરના પાણી ઓસરતાં જ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે તંત્ર દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.

naidunia_image


સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ જિલ્લામાં IAS રાજ સુથાર તથા નવસારી જિલ્લામાં IAS કેતન જોષી સ્વયં ઘટનાસ્થળે હાજર રહીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની તમામ કામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે.

naidunia_image

વીજ કંપનીઓ અને સ્થાનિક તંત્રની ટુકડીઓ સતત ફીલ્ડ પર કાર્યરત રહીને વીજ થાંભલા, ટ્રાન્સફોર્મર અને લાઈનોના રિપેરિંગ કામગીરીમાં લાગેલી છે. જે અંતર્ગત પૂરથી અસરગ્રસ્ત મોટાભાગના ગામોમાં આજે રાત્રિ સુધીમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે. તે ઉપરાંત જે વિસ્તારોમાં કે ગામોમાં વીજ માળખાને વધુ નુકસાન પહોંચ્યું છે, ત્યાં આવતીકાલ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

naidunia_image

તંત્ર દ્વારા દરેક અસરગ્રસ્ત પરિવાર સુધી શક્ય તેટલી ઝડપથી સુવિધા અને રાહત પહોંચાડવા માટે પૂર્ણ કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે. વીજ પુનઃસ્થાપનની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે તમામ નાગરિકોને સહકાર આપવા અને ધીરજ જાળવી રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.