વલસાડ જિલ્લામાં મેઘમહેર: નાનાપોંઢા અને કપરાડામાં 4 ઈંચથી વધુ વરસાદ સાથે જળબંબાકાર

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિગ કરી છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીરની આવક શરુ થઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 02 Aug 2026 10:02 AM (IST)Updated: Sun, 02 Aug 2026 10:02 AM (IST)
valsad-heavy-rain-nanapondha-kaprada-over-4-inches-rainfall-report

Valsad Rainfall Report: ગુજરાતમાં મેઘરાજાએ ગાજવીજ સાથે આગમન કર્યું છે. જેથી વિવિધ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે, 1 ઓગસ્ટ સવારના 6 વાગ્યાથી 2 ઓગસ્ટ સવારના 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિગ કરી છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીરની આવક શરુ થઈ છે.

નાનાપોંઢા અને કપરાડામાં ભારે મેઘવર્ષા

વલસાડ જિલ્લામાં ખાસ કરીને, સૌથી વધારે વરસાદ નાનાપોંઢા તાલુકામાં ખાબક્યો છે, જેમાં કુલ 4.57 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે બીજી બાજુ કપરાડા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.જ્યાં 4.41 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. એકંદરે આ બંને તાલુકામાં વહેલી સવારથી જ વરસાદનું સારું એવું જોર જોવા મળ્યું હતું.

વાપી અને ધરમપુરમાં વરસાદી માહોલ

જિલ્લાના અન્ય તાલુકાઓના વરસાદી આંકડાની વાત કરીએ તો, ધરમપુર અને વાપીમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે .જેમાં ખાસ કરીને, ધરમપુર તાલુકામાં 2.6 ઇંચ વરસાદ ઝીલાયો છે. તો વાપી તાલુકામાં 2.56 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ વરસાદને લીધે વાતાવરણમાં ઠંડકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.

અન્ય તાલુકાઓની સ્થિતિ

વલસાડ જિલ્લાના બાકીના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. પારડી તાલુકામાં 1.46 ઈંચ અને વલસાડ તાલુકામાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરગામ તાલુકામાં સૌથી ઓછો 0.35 ઈંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ વરસાદને જોતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.