Valsad Rainfall Report: વલસાડ જિલ્લામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 1.73 ઈંચ વરસાદ નોંધાયો

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાની સારી એવી મહેરબાની વરસાદી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 03 Aug 2026 09:03 AM (IST)Updated: Mon, 03 Aug 2026 09:03 AM (IST)
valsad-rainfall-report-kaprada-records-highest-1-73-inch-rain-nanapondha-dharampur

Valsad Rainfall Report: ગુજરાતમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. જેથી વિવિધ જિલ્લાઓમાં સારો એવો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાની સારી એવી મહેરબાની વરસાદી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા 02 ઓગસ્ટથી સવારના 6 વાગ્યાથી 03 ઓગસ્ટથી સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લાના વરસાદી આંકડા

જિલ્લામાં સૌથી વધારે વરસાદ કપરાડા તાલુકામાં ખાબક્યો છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ નાનાપોંઢામાં પણ મેઘરાજાની સારી એવી બેટિંગ જોવા મળી છે અને અહીં પણ 1.34 ઇંચ વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં 0.51 ઇંચ વરસાદ નોંધાતા વરસાદી ઝાપટા પડ્યા છે.

વાપી અને પારડીમાં વરસાદની સ્થિતિ

આ ઉપરાંત, વાપી તાલુકામાં 0.43 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, પારડીમાં 0.12 ઈંચ અને ઉમરગામમાં 0.08 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડ તાલુકા મથકે 0.04 ઈંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં થયેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.