Vapi News: વાપીમાં CGST કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર કપીલ નટવરલાલ જૈન અને સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત ઝા રૂપિયા 2,000 ની લાંચ લેતા ACBની જાળમાં ફસાઈ ગયા હતા.
બીલ પાસ કરાવવા લાંચ માંગી હતી
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદીને વાપી સી.જી.એસ.ટી. એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કચેરી ખાતે ફૂલછોડના કુંડાનો ઓર્ડર આપેલો હતો. જે ઓર્ડર મુજબના ફૂલછોડના કુંડા ફરીયાદીએ આપેલા હતા. જે બિલના નાણાં ફરીયાદીને મળેલા ન હોવાથી, તે આ કામના આક્ષેપિતોને મળવા પહોંચ્યા હતા. જેનું બિલ મંજૂર કરવા માટે આક્ષેપિતોએ રૂપિયયા 2000 ની લાંચની માંગણી કરી હતી. જોકે જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલી હતી.
ACB એ રંગે હાથે પકડી પાડ્યા
ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદી સાથે આક્ષેપિત ક્લાસ-2 GST અધિકારી કપીલ જૈને હેતુલક્ષી વાતચીત કરી હતી અને રૂપિયા 2000ની લાંચની માંગણી કરી હતી. જે અન્ય આરોપી ક્લાસ-1 GST અધિકારી રવિશંકર ઝાએ સ્વીકારી હતી. આમ બંન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ ગયા હતા.
