Ajmer Bomb Threat: રાજસ્થાન પોલીસને મોટી સફળતા સાંપડી છે. જેમાં પોલીસે અજમેર જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 17 જુલાઈના રોજ અજમેર જિલ્લા કલેક્ટરની કચેરી, જિલ્લા અને સેશન્સ કોર્ટ ઉપરાંત સક્રિટ હાઉસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈ-મેઈલ મળ્યો હતો. જે બાદ હરકતમાં આવેલ અજમેર સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ધમકી ભરેલો ઈ-મેઈલ મોકલનાર ફળદુ હાર્દિક પટેલ (રહે. સોમનાથ, ગીર-સોમનાથ જિલ્લો, ગુજરાત)ને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.
અજમેર સાયબર ક્રાઈમની ટીમે આરોપી હાર્દિકને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર રાજસ્થાન લાવી હતી. જ્યાં લોકલ કોર્ટમાં હાજર કરતાં તેને પોલીસ રિમાન્ડ પર સોંપી દેવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કર્યો છે. આ સાથે જ તેના નિકટના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
-1784801958709_v-1784808407296_m.webp)