UpdatedIST

Somnath Temple Timings: સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ: જાણો મંદિર ખુલવાનો સમય, ચાર પ્રહરની આરતી અને દર્શનનું સંપૂર્ણ સમયપત્રક

આગામી 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 13 Feb 2026 01:17 PM (IST)Updated: Fri 13 Feb 2026 01:17 PM (IST)
mahashivratri-2026-somnath-mahadev-temple-in-gujarat-timings-mandir-darshan-aarti-and-closing-time-691139

Somnath Temple Timings For Darshan, Mahashivratri 2026: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે ભગવાન સોમનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઉમટી પડશે, જેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી લઈને બીજા દિવસ સુધીના વિશેષ પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય કાર્યક્રમોનું સમયપત્રક:

સમયકાર્યક્રમની વિગતસ્થળ
વહેલી સવારે ૦૪:૦૦મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલશેસોમનાથ મંદિર
સવારે ૦૬:૦૦પ્રાતઃ મહાપૂજનનો પ્રારંભસોમનાથ મંદિર
સવારે ૦૭:૦૦પ્રાતઃ આરતીસોમનાથ મંદિર
સવારે ૦૭:૩૦હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞસોમનાથ મંદિર
સવારે ૦૮:૩૦સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજાપૂજન અને ધ્વજારોહણસોમનાથ મંદિર
સવારે ૦૯:૦૦પાલખી યાત્રામંદિર પરિસર
સવારે ૧૦:૦૦શ્રી સોમનાથ પાઘ પૂજન અને પાઘ શોભાયાત્રામંદિર પરિસર
બપોરે ૧૨:૦૦મધ્યાહ્ન આરતીસોમનાથ મંદિર
બપોરે ૦૧:૩૦ થી ૦૨:૩૦શ્રદ્ધાળુઓ દ્વારા પંજિકૃત વિશેષ બિલ્વપૂજાગર્ભગૃહ
સાંજે ૦૪:૦૦ થી ૦૮:૩૦વિશેષ શૃંગાર દર્શનસોમનાથ મંદિર
રાત્રે ૦૮:૩૦પ્રક્ષાલ પૂજનસોમનાથ મંદિર
સમયપૂજન વિગત
સવારે ૦૮:૦૦શ્રી પાર્થિવેશ્વર પૂજન
સવારે ૧૦:૦૦શ્રી પાર્થિવેશ્વર પૂજન
બપોરે ૦૩:૦૦શ્રી પાર્થિવેશ્વર પૂજન
સાંજે ૦૫:૦૦શ્રી પાર્થિવેશ્વર પૂજન

સમુદ્ર તટે પાર્થિવેશ્વર પૂજન

મંદિરની સાથે સાથે સોમનાથના સમુદ્ર કિનારે (મારુતિ બીચ) પણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સવારે 08:00, 10:00 અને બપોરે 3:00 તથા 5:00 વાગ્યે શ્રી પાર્થિવેશ્વર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકશે. આમ, 2026ની મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળશે.

પ્રહરપૂજનનો સમયઆરતીનો સમય
પ્રથમ પ્રહરરાત્રે ૦૮:૪૫રાત્રે ૦૯:૩૦
દ્વિતીય પ્રહરમધ્યરાત્રિએ ૧૧:૦૦મધ્યરાત્રિએ ૧૨:૩૦
તૃતીય પ્રહરરાત્રે ૦૨:૪૫વહેલી સવારે ૦૩:૩૦
ચતુર્થ પ્રહરવહેલી સવારે ૦૪:૪૫વહેલી સવારે ૦૫:૩૦