Happy Rath Yatra 2026 Wishes: જગન્નાથ રથયાત્રા નિમિત્તે તમારા પ્રિયજનોને મોકલો આ ભક્તિમય શુભકામનાઓ અને સંદેશ

જગન્નાથ રથયાત્રાના શુભ અવસરે તમે પણ તમારા સ્નેહીજનો, મિત્રો અને પરિવારજનોને સુંદર શુભેચ્છા સંદેશ મોકલીને તેમના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરી શકો છો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 15 Jul 2026 03:48 PM (IST)Updated: Wed, 15 Jul 2026 03:48 PM (IST)
happy-rath-yatra-2026-wishes-whatsapp-messages-to-share-as-puri-celebrates-lord-jagannath-in-gujarati

Happy Rath Yatra 2026 Wishes in Gujarati: આજે 16 જુલાઈ, 2026 ના રોજ અષાઢ સુદ બીજના પાવન પર્વથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ પવિત્ર ઉત્સવમાં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે, જેમાં સામેલ થવા અને રથ ખેંચવાથી 100 યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થવાની ધાર્મિક માન્યતા છે. આ ભક્તિમય અને મંગલમય અવસરે તમે પણ તમારા સ્નેહીજનો, મિત્રો અને પરિવારજનોને સુંદર શુભેચ્છા સંદેશ મોકલીને તેમના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરી શકો છો.

જગન્નાથ રથયાત્રા 2026 શુભકામનાઓ અને સંદેશ | Happy Rath Yatra 2026 Wishes in Gujarati

ભક્તિભાવ અને શ્રદ્ધાથી પ્રભુ જગન્નાથને પ્રાર્થના કરીએ કે સૌનું કલ્યાણ થાય.
રથયાત્રાના પાવન અવસરે ભગવાનને કોટી કોટી વંદન.
હેપ્પી રથયાત્રા 2026!

અષાઢી બીજની ઝરમરતી વર્ષા અને પ્રભુ જગન્નાથની રથયાત્રાનો સંગમ તમારું જીવન હરિયાળું બનાવે.
રથયાત્રા 2026 ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જય જગન્નાથ! Happy Rath Yatra 2026

ભક્તિની શક્તિથી રથનું દોરડું ખેંચીએ અને જીવનને સાર્થક બનાવીએ.
ભગવાન જગન્નાથ આપના પરિવારને સદાય હસતો રાખે.
રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ

ભગવાન જગન્નાથના રથયાત્રા મહોત્સવ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
પ્રભુનો રથ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે.
હેપ્પી રથયાત્રા 2026!

પ્રેમ, ભક્તિ અને સમર્પણનો આ તહેવાર આપણા સૌના મનમાં સદભાવના વધારે.
ભગવાન જગન્નાથ આપ સૌનું કલ્યાણ કરે.
રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ

નગરમાં નીકળેલા જગતના નાથ સૌ પર પોતાની કૃપાદ્રષ્ટિ વરસાવે.
આ રથયાત્રા આપના માટે અનંત ખુશીઓ લઈને આવે તેવી પ્રભુને પ્રાર્થના.
થયાત્રા 2026 ની શુભકામનાઓ!

ભગવાનના રથના પૈડાની જેમ તમારા જીવનનું ચક્ર પણ સદા સકારાત્મક દિશામાં ફરતું રહે.
પ્રભુ જગન્નાથની તમારા પર વિશેષ કૃપા રહે.
હેપ્પી રથયાત્રા 2026!

રથયાત્રા 2026 નું આ પર્વ તમારા જીવનમાં પ્રેમ અને ભાઈચારાની ભાવનાને દ્રઢ બનાવે.
ભગવાન જગન્નાથની અમી દ્રષ્ટિ સદાય તમારા પર રહે.
જય જગન્નાથ! રથયાત્રાની શુભેચ્છાઓ

જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવતુ મે!
ભગવાન જગન્નાથ આપના જીવનને પ્રકાશમય અને મંગલમય બનાવે.
રથયાત્રા 2026 ની હાર્દિક શુભકામનાઓ

ભક્તિના માર્ગે ચાલતા રહીએ અને પ્રભુ જગન્નાથના ગુણગાન ગાતા રહીએ.
રથયાત્રા 2026 નો આ ઉત્સવ તમારા જીવનને આનંદથી ભરી દે.
જય રણછોડ! Happy Rath Yatra 2026