UpdatedIST

US Iran Tensions: એરક્રાફ્ટ કેરિયર, યુદ્ધ વિમાનોનો કાફલો…અમેરિકા કરી રહ્યું છે ઈરાન પર હુમલો કરવાની તૈયારી, ઈઝરાયલમાં એલર્ટ

અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે USS અબ્રાહમ લિંકનના નેતૃત્વમાં એક એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ટૂંક સમયમાં અરબી સમુદ્ર અથવા પર્સિયન ગલ્ફમાં આવી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 23 Jan 2026 08:23 PM (IST)Updated: Fri 23 Jan 2026 08:45 PM (IST)
aircraft-carriers-fighter-jet-is-america-preparing-to-attack-on-iran-israel-on-alert-678770

US Iran Tensions: અમેરિકા અને ઈરા વચ્ચે ફરી એક વખત ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા ગમે ત્યારે ઈરાન પર ભારે હુમલો કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે 'બોર્ ઓફ પીસ' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા શરૂ કરી હતી. પણ તેના 24 કલાકમાં તો અમેરિકાએ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવા માટે તડામાર તૈયારી કરી રહ્યું છે.

ખાડી વિસ્તારમાં અમેરિકી યુદ્ધ જહાજ, ફાઈટર જેટ અને મિસાઈલ સિસ્ટમને ગોઠવી રહ્યું છે,જેથી સ્થિતિ વધુ ગંભીર બનવા જઈ રહી હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

અમેરિકાએ F-15E ફાઇટર જેટ તૈનાત કર્યા
અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે USS અબ્રાહમ લિંકનના નેતૃત્વમાં એક એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ટૂંક સમયમાં અરબી સમુદ્ર અથવા પર્સિયન ગલ્ફમાં આવી શકે છે. આ જૂથમાં ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર અને એટેક સબમરીનનો પણ સમાવેશ થાય છે. આ કાફલો અગાઉ દક્ષિણ ચીન સમુદ્રમાં હતો પરંતુ ટ્રમ્પના આદેશ બાદ તેને પશ્ચિમ તરફ વાળવામાં આવ્યો હતો.

આ સ્ટ્રાઈક ગ્રુપ હાલમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં હોવાનું માનવામાં આવે છે પરંતુ તે હવે "ડાર્ક" થઈ ગયેલ છે એટલે કે ટ્રેકિંગ ટાળવા માટે તેના ટ્રાન્સપોન્ડર બંધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ પશ્ચિમ એશિયામાં તૈનાત કરવામાં આવ્યા છે. આ એ જ સ્ક્વોડ્રન છે જેને એપ્રિલ 2024માં ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાદ ઈઝરાયલની સુરક્ષા માટે મોકલવામાં આવ્યું હતું.

લાંબા અંતરના હુમલાની તૈયારી
અમેરિકી મીડિયાના અહેવાલ પ્રમાણે KC-135 એર રિફ્યુઅલિંગ ટેન્કરો પણ આ પ્રદેશમાં તૈનાત કરવામાં આવ્યા છે, જેનાથી ફાઇટર જેટ હવામાં જ ઇંધણ ભરી શકે છે અને લાંબા અંતરના હુમલા કરી શકે છે. વધુમાં અમેરિકા પશ્ચિમ એશિયામાં THAAD અને પેટ્રિઓટ જેવી એન્ટિ-મિસાઇલ સિસ્ટમ્સ તૈનાત કરી છે.

ખાસ કરીને ઇઝરાયલ અને કતાર જેવા અમેરિકાના સાથી દેશોમાં સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. આ લશ્કરી રચના એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.

ઈરાનની અમેરિકાને ચેતવણી
ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે જો ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરશે તો તે સંપૂર્ણપણે નાશ પામશે. જોકે બાદમાં તેમણે પોતાના નિવેદનમાં કંઈક અંશે નરમાઈ લાવી. વિશ્લેષકો કહે છે કે ટ્રમ્પની વ્યૂહરચના દબાણ લાવવા અને વાટાઘાટો કરવા માટે દબાણ કરવાની રહી છે.

ઈરાને પણ કડક પ્રતિક્રિયા આપી છે ચેતવણી આપી છે કે તે બદલો લેવા માટે તૈયાર છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેકેશ્કિયાને અમેરિકા અને ઈઝરાયલ પર જૂન 2025માં થયેલા 12 દિવસના યુદ્ધનો બદલો લેવા માટે વિરોધ પ્રદર્શનોને વેગ આપવાનો આરોપ લગાવ્યો હતો.