India-US Relations: પેન્ટાગનના ભૂતપૂર્વ અધિકારી માઈક રુબિને કહ્યું છે કે અમેરિકાના નાગરિકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના એવા કાર્યોથી ભારે આશ્ચર્યમાં છે કે જેને લીધે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોમાં કડવાસ આવી છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું આ 'પાકિસ્તાનની ખુશામત છે કે પછી લાંચ'ને લીધે આ સ્થિતિ સર્જાઈ છે.
તેમણે આ સાથે દાવો કર્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોર નિષ્ફળતાને લીધે ભારત અને રશિયા નજીક આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દિલ્હીને ઈંધણનો કોઈ જ પ્રકારના અવરોધ વગર સપ્લાય પૂરો પાડવાની ખાતરી આપી છે.
અમેરિકાના નાગરિકો ટ્રમ્પન તે કાર્યોથી ભારે આશ્ચર્યચકીત છે કે તેને લીધે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે સંબંધ ખરાબ થઈ ગયા છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું આ પાકિસ્તાનની ખુશામતખોરી કે લાંચને લીધે થયું છે.
અમારા પૈકી ઘણાબધ લોકો હજું પણ ભારે આશ્ચર્યમાં છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ભારતના સંબંધોને કેવી રીતે ખરાબ કરી નાંખ્યા છે. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કઈ બાબત મોટિવેટ કરે છે. કદાંચ તે પાકિસ્તાનીઓની ખુશામતખોરી હતી. આ વ્યાપક સંભાવના છે કે પાકિસ્તાનીઓ અથવા તુર્કીએ તથા કતરમાં તેમના સમર્થકો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવેલી લાંચ હતી, આ એક વિનાશકારી લાંચ છે, જે આવનારા દાયકા સુધી અમેરિકાને વ્યૂહાત્મક રીતે નુકસાનરૂપ સાબીત થઈ શકે છે.
રશિયન ઓઈલને લઈ ભારતને ટાર્ગેટ કરી અમેરિકા પાખંડ કરી રહ્યું છે
રુબિને કહ્યું કે અમેરિકા ભારતને રશિયન તેલ પર ભાષણ આપીને દંભી બની રહ્યું છે, જ્યારે વોશિંગ્ટન પોતે મોસ્કો સાથે વેપારમાં રોકાયેલું છે, અને નવી દિલ્હીની પોતાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાની સ્થિતિને વાજબી ઠેરવી.
અમેરિકાના નાગરિકો એ બાબત સમજી શકતા નથી કે ભારતીયોએ વડાપ્રધાન મોદીને ભારતીય હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. તે ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે અને તે માટે તેને ઊર્જાની જરૂર છે.
અમેરિકા પાખંડ કરી રહ્યું છે કારણ કે આપણે પણ રશિયા પાસેથી ખરીદી તો કરીએ જ છીએ. આપણે રશિયા પાસેથી એવી સામગ્રી ખરીદી છીએ કે જે આપણા માટે અન્ય કોઈ વૈકલ્પિક બજાર નથી. આ સંજોગોમાં આપણે ભારતને લેક્ચર આપી રહ્યા છીએ તો તે આપણો પાખંડ જ કહી શકાય છે.
તેમણે કહ્યું કે આપણે ભારતને લેક્ચર આપવાને બદલે ભારતને સસ્તી કિંમતથી ઈંધણ આપવું જોઈએ. તેમણે કહ્યું કે જો આપણી પાસે કોઈ જવાબ નથી તો વધુ સારું રહેશે કે આપણે ચુપ રહીએ કારણ કે ભારતને સૌથી પહેલા પોતાની સુરક્ષાનું ધ્યાન અને કાળજી રાખવાની છે.
