Russia-Ukraine War:અનમેન્ડ સી વ્હિકલ મારફતે રશિયાના'વિરાટ અને કૈરોસ (Virat and Kairos)'નામના બે ઓઈલ ટેન્કર પર ભીષણ હુમલો થયો છે. આ હુમલાની જવાબદારી યુક્રેન દ્વારા લેવામાં આવી છે. રશિયાના ઓઈલ ટેન્કર પર માનવરહિત મેરિટાઈમ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ટેન્કર ક્રુએ ઈન્ટરસેપ્ટેડ ઓપન-ફ્રિકવન્સી રેડિયો ડિસ્ટ્રેસ કોલમાં 'ડ્રોન એટેક'ની માહિતી આપી છે.
તેને એવું બોલતા સાંભળવામાં આવ્યો છે કે આ વિરાટ છે, મદદની જરૂર છે!આ ડ્રોન હુમલો છે! મેડે!(This is VIRAT. Help needed! Drone attack! Mayday!). આ હુમલામાં બન્ને ટેન્કરના ક્રુને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પણ કૈરોસ જહાજ ડૂબી જવાનો ભય છે.
Reportedly, this is a sea drone attack on Russian shadow fleet tankers yesterday.
— Anton Gerashchenko (@Gerashchenko_en) November 29, 2025
The tankers were empty, headed to Russian Novorossiysk. pic.twitter.com/d5M82Rg6yZ
વિરાટ વર્ષ 2018માં બનાવવામાં આવ્યું હતું અને ટેન્કર અનિયમિત અને ઉચ્ચ-જોખમી શિપિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એવી જ રીતે કૈરોસ વર્ષ 2002માં બનાવવામાં આવ્યું હતું અને તેને અગાઉ પનામાનિયન, ગ્રીક અને લાઇબેરિયન તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું.
યુક્રેને જવાબદારી સ્વીકારી
રશિયન 'શેડો ફ્લીટ' ટેન્કરો પરના હુમલા પાછળ યુક્રેનનો હાથ છે. યુક્રેનિયન સુરક્ષા સેવાના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'શેડો ફ્લીટ' જહાજો પર હુમલો કરવા માટેનું સંયુક્ત ઓપરેશન SBU અને યુક્રેનિયન નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
વિડીયો ફૂટેજ પ્રમાણે અથડામણ પછી બંને ટેન્કરોને ગંભીર નુકસાન થયું હતું અને તેઓ લગભગ સર્વિસમાંથી બહાર થઈ ગયા હતા. આ રશિયન ઓઈલ ટેન્કરને મોટો ફટકો પાડશે. અધિકારીએ એક વીડિયો શેર કરતા કહ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દરિયાઈ ડ્રોન બે જહાજો તરફ આગળ વધી રહ્યા હતા અને પછી વિસ્ફોટ થયા હતા.
તુર્કીએ શું કહ્યું?
મંત્રાલયે એ પણ અહેવાલ આપ્યો છે કે કાળા સમુદ્રમાં વિસ્ફોટ પછી રશિયા જઈ રહેલા બીજા ટેન્કરમાં આગ લાગી હતી, જેમાં તુર્કીના અધિકારીઓ આગ ઓલવવાનું અને ઠંડુ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આગ ફાટી નીકળ્યા બાદ બચાવ ટીમોએ 274 મીટર લાંબા કૈરોસમાંથી 25 ક્રૂ સભ્યોને બહાર કાઢ્યા હતા.
શુક્રવારે તુર્કીએ જણાવ્યું હતું કે કૈરોસ રશિયાના નોવોરોસિયસ્ક બંદર તરફ જઈ રહ્યું હતું ત્યારે તેણે તુર્કીના દરિયાકાંઠે 28 નોટિકલ માઇલ દૂર બાહ્ય અથડામણને કારણે આગ લાગી હોવાની જાણ કરી હતી. LSEG ડેટા પ્રમાણે 2022 માં રશિયાના યુક્રેન પર મોટા આક્રમણ બાદ કૈરોસ અને વિરાટ બંને જહાજો પ્રતિબંધોને પાત્ર છે.
